છેલ્લા સાત મહિનામાં ઘરેથી ભાગી ગયેલા 80 બાળકોને રેલવે પ્રોટેક્શન ફોર્સે શોધીને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. જો કે અત્યાર સુધીમાં ‘ ઓપરેશન નન્હે ફરિસ્તે ‘ અંતર્ગત કુલ 487 છોકરા અને છોકરીઓની શોધખોળ કરી તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે.
નાની નાની વાતો અને પરિવાર સાથે ઝઘડાઓને લઈ કેટલાક લોકો ઘર છોડી બાળકો નાસી જતા હોય છે. તેવા બાળકોને આરપીએફ દ્વારા શોધી કાઢવામાં આવતું હોય છે. ‘ઓપરેશન નન્હે ફરિસ્તે’ અંતર્ગત પ્લેટફોર્મ, ટ્રેન કે રેલવે પરિસરમાં આરપીએફ દ્વારા એવા બાળકોને શોધી કઢાયા હતા જેઓ ઘર છોડીને ભાગ્યા ગયા હતા તે તમામ લોકોને તેમના પરિવારને સોંપી સમજાવવામાં આવ્યા હતા.પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર પ્રકાશ બુટાની દ્વારા આરપીએફને તેમની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.
બાળકોની સમસ્યા સમજી,તેમનું કાઉન્સેલિંગ કરીને પરિવાર સાથે મિલન કરાવી આપવાની સામાજિક જવાબદારી નિભાવાતા અનેક કુટુંબોમાં ફરીથી આનંદ, ઉલ્લાસ અને હાશકારાની લાગણી જોવા મળી રહી છે.ગત વર્ષ 2021 દરમિયાન આવા કુલ 600 બાળકોને તેમના પરિવારજનો સાથે મેળાપ કરાવી અપાયો હતો.
સાત માસમાં બાળકો મળ્યાની માહીતી નીચે પ્રમાણે છે
વિભાગ | બાળકો |
અમદાવાદ | 80 |
વડોદારા | 63 |
મુંબઇ | 181 |
રતલામ | 102 |
રાજકોટ | 52 |
ભાવનગર | 9 |
કુલ | 487 |