આણંદ: GCMMFના MD આર.એસ.સોઢીની કારને બાકરોલ પાસે ભયાનક અકસ્માત થતાં તેઓને અને તેમના ડ્રાઈવરને આણંદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઉપલબ્ધ માહિતી મુજબ સોઢીને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને સારવાર હેઠળ છે.
આજ રાત્રે તેઓ આણંદના બાકરોલ પાસે થી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. ડૉ. આર એસ સોઢીની કારને ભયાનક અકસ્માત થયો છે જેમાં આર એસ સોઢીને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
કારનુ આગળનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં રસ્તે જઈ રહેલ અન્ય એક એક્ટિવા પણ અડફેટે આવી છે જેમાં એક્ટિવાને પણ નુકશાન થયું હતું.
હાલ આર એસ સોઢીને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ડૉ સોઢી અને તેઓના ડ્રાયવરને સામાન્ય ઇજાઓ પહોંચી છે.