મોરબીની શાળાની ઘટનાની કાયદેસર તપાસ કરવા આરએસએસની માંગ

| Updated: August 6, 2022 12:54 pm

મોરબીના (#Morbi) ગામડાની પ્રાથમિક શાળામાં ઓબીસી (#OBC) સમાજના વિદ્યાર્થીઓ દલિત મહિલા દ્વારા દ્વારા રાંધવામાં આવેલું ભોજન શાળામાં ખાતા નતી એવા સમાચાર પ્રકાશમાં આવ્યાના એક દિવસ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (#RSS)એ ઘટનાની નિંદા કરી હતી અને આ મામલે કાયદાકીય તપાસની માંગ કરી હતી. આ દલિત મહિલા મધ્યાહન ભોજન (MDM યોજના (MDM)ના કોન્ટ્રાક્ટરના નેજા હેઠળ કામ કરે છે.

આરએસએસની શાખાના સંગઠન સામાજિક સમરસ મંચ મુજબ ગુજરાતના એકમના પ્રમુખ ખેમચંદ પટેલ (#Khemchand Patel) દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને (#Bhupendra patel) લખેલા પત્રમાં મોરબીની શાળામાં બનેલી ઘટનાને પ્રકાશમાં લાવવામાં આવી છે.

પટેલે તેમના પત્રમાં જણાવ્યું હતું કે આ પ્રકારનો બનેલો બનાવ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. સામાજિક સમરચના મંચ તેની આકરા શબ્દોમાં ટીકા કરી છે. બાળકોની આત્મા શુદ્ધ હોય છે અને તેથી જ તેમને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. જો કે આવી ઘટનાઓ જ્યાં વિદ્યાર્થીઓને શાળામાં ખોરાક ન ખાતા જોવામાં આવ્યા હતા તે સમાજ માટે ચિંતાનો મુદ્દો છે. અમે સમાજના આ મુદ્દા પર વિચારપ્રેરક ચર્ચા કરવા માટે આહવાન કરીએ છીએ.

આ પણ વાંચોઃ રાજ્યમાં SGSTના દરોડાની કાર્યવાહીમાં 6 હોટલ અને રેસ્ટોરંટમાં 38 લાખની કરચોરીનો પર્દાફાશ

રસોઇયાએ આક્ષેપો કર્યા બાદ તાજેતરમાં મોરબીના શિક્ષણ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) દ્વારા ચાર ઓગસ્ટના રોજ જણાવાયા મુજબ વાસ્તવમાં આ મુદ્દો જાતિગત પૂર્વગ્રહનો મુદ્દો ન હતો, વિદ્યાર્થીઓને હવે મધ્યાહન ભોજન યોજનામાંથી નીકળી જવાનું પસંદ કરી રહ્યા છે. તેઓને હવે વધારે સારો આહાર મળતો હોવાથી તેમને સ્કૂલમાં મળતા આહારમાં જરા પણ રસ નથી.

ઉલ્લેખનીય છે કે શાળાના ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ દલિત મહિલાના હાથે રાંધેલું ભોજન ખાતા નથી તેવા અહેવાલ પ્રકાશમાં આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. સરકાર પણ તેના ગલે તાત્કાલિક સક્રિય બની ઉઠી હતી અને તેણે શિક્ષણ વિભાગના ટોચના હોદ્દેદારોને હકીકત જાણવા તથા સ્થિતિનો તાગ મેળવવા મોકલ્યા હતા.તેના પગલે એ વાત બહાર આવી છે કે શાળાએ જતા વિદ્યાર્થીઓ હવે સ્કૂલમાં મળતું ભોજન ટાળી રહ્યા છે.

Your email address will not be published.