ગુજરાતને જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી તે રશિયન વેક્સિન સ્પુટનિક-Vના 1200 ડોઝ અમદાવાદ આવી ગયા છે અને તે આપવાનું પણ શરુ થયું છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીએ અમદાવાદની ક્રિશ્ના શેલ્બી હોસ્પિટલ અને સુરતની કિરણ હોસ્પિટલ 600-600 ડોઝનો જથ્થો પૂરો પાડ્યો છે. અમદાવાદમાં 155 અને સુરતના 55 લોકોને કોવિડ-19 સામેની આ રસી આપવામાં આવી છે.
24 જૂને રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે, રાષ્ટ્રીય આરોગ્ય અભિયાનના નિયામક રેમ્યા મોહનની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલ અને અન્ય હોદ્દેદારો સાથે સ્પુટનિક અંગે ચર્ચા થઈ હતી. તેમાં ચેમ્બરના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)ના ફંડમાંથી રસી ખરીદશે અને જરુરિયાતમંદોને આપશે.
કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ રસીનો 25 ટકા જથ્થો ખાનગી હોસ્પિટલોને આપવામાં આવશે. અત્યાર સુધીમાં ખાનગી હોસ્પિટલને આપવામાં આવેલા કોવિશિલ્ડ અને કોવેક્ષિનના 4,88,880 ડોઝ પૈકી 328 રસીકરણ કેન્દ્રો ઉપરથી 3,27,337 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. રેમ્યા મોહને સ્પુટનિકના રસીકરણના આરંભને સિદ્ધિ ગણાવી છે. જે જિલ્લાઓમાં ઔદ્યોગિક કામદારોનું રસીકરણ થયું નથી ત્યાં ખાનગી હોસ્પિટલ અને ઉદ્યોગોને રસી પૂરી પાડવા જણાવાયું છે.
રશિયન વેક્સિન સ્પુટનિકનું અમદાવાદમાં આગમન

તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.