અસદુદ્દિન ઓવૈસીની પાર્ટીના ગુજરાતના પ્રમુખ સાબિર કાબલીવાલાને મંગળવારે કોઈ અજાણ્યા શખ્સે ફોન કરીને ધમકી આપી હતી કે, મેં સિદ્ધૂ મૂસેવાલાનું મર્ડર કર્યું છે અને તમને મારવાની પણ સોપારી મને મળી છે. ફોન કરનાર શખ્સે તેમની પાસે પૈસાની માંગ પણ કરી હતી.
ગઈ કાલે રાત્રે ફરીથી કાબલીવાલાને ઇન્ટરનેટ કોલ કરી ધમકી આપી હતી અને ખંડણી માંગી હતી અને પૈસા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને તેને કહ્યું કે, આવતીકાલે છેલ્લો દિવસ છે.
આ મુદ્દે કાબલીવાલાએ કમિશ્નર કચેરી અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
ધમકી મળ્યા બાદ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી દ્વારા સાબીર કાબલીવાળાને સુરક્ષા અપાઈ છે, તેને આજે મોડી રાત સુધીમા સુરક્ષા બંદોબસ્ત મળશે. બે પોલીસ જવાન ઘરે અનેએક પિસ્તોલ ધારી પોલીસ જવાન સતત તેમની સાથે રહેશે.
આ પણ વાંચો: AIMIM ગુજરાતના પ્રમુખને મળી જાનથી મારી નાખવાની ધમકી