ગાંધીનગર મનપા ચૂંટણીમાં મતદાન ડોહળાયુ : સેક્ટર 6માં તોડફોડની ઘટના

| Updated: October 3, 2021 3:59 pm

ગાંધીનગર મહાનગર પાલિકાનું ચૂંટણીના મતદાન દરમિયાન તોડફોડની ઘટના સામે આવી હતી. સેક્ટર 6માં મતદાન કેન્દ્ર પાસે રહેલી ખુરશીયો તોડવામાં આવી હતી અને મતદાર યાદી પણ ફાડી નાખી હતી.

સેક્ટર-6માં કેટલાક અજાણ્યા શખ્સોએ મતદાનકેન્દ્રની બહાર તોડફોડ કરી હતી. કેટલાક તત્વોએ મતદાર યાદી ફાડી નાખી બુથની બહાર રહેલી ખુરશી પણ તોડી નાખી હતી. તોડફોડની ઘટનાને લઈને આમઆદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યા હતા. સત્તાધારી પાર્ટી પોતાની હાર જોઈ શકતી ન હોવાથી આ બધું કરી રહી છે. વોર્ડ નંબર 10ના ઉમેદવાર વીરેન્દ્રસિંહ ગોહિલના બુથ પર આપના કાર્યકર્તાઓએ હુમલો કરાવ્યો હતો. જોકે આ તમામ ઘટનાને લઈને હજી સુધી કોઈએ ફરિયાદ દાખલ કરાવી નથી. થોડા સમય બાદ મામલો થાળે પડ્યો હતો.

તો બીજી તરફ મહાનગર પાલિકા વોર્ડનો 11ના ભાટ ગામમાં બીજેપીએ બોગસ વોટીંગનો આરોપ લગાવતા આમ આદમી પાર્ટી અને તેમની લીગલ ટીમે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ ગાંધીનગર એસપી મયુર ચાવડા સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.     

Your email address will not be published. Required fields are marked *