વેચાણ દસ્તાવેજ: પેન્ડિંગ ઇશ્યુંના નામે નાગરિકોને હેરાન ન કરો

| Updated: June 30, 2022 11:25 am

સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં મિલકત વેચાણ દસ્તાવેજની નોંધણી કરાવ્યા પછી, નાના ‘પેન્ડિંગ’ મુદ્દાઓ માટે અધિકારીઓ 1 જુલાઈથી પરેશાન નહીં કરે તેવી અપેક્ષા રાખી શકાય છે.

રાજ્યના મહેસૂલ વિભાગને નાગરિકો તરફથી મળેલી અનેક ફરિયાદોને પગલે, રાજ્યના સ્ટેમ્પ્સ સુપ્રિટેન્ડન્ટે 30 થી વધુ કારણો શોધી કાઢ્યા છે જેનો ઉપયોગ મહેસૂલ અધિકારીઓ મિલકતની નોંધણી બાકી રાખવા માટે કરી શકે છે. જેના પગલે ભ્રષ્ટાચાર થાય છે અને નાગરિકોને બિનજરૂરી મુશ્કેલીઓ પડે છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
28 મી જૂનના રોજ બહાર પડાયેલા જાહેરનામામાં, સ્ટેમ્પ્સ સુપ્રિટેન્ડન્ટ  જેનુ દેવને અધિકારીઓને સૂચના આપી છે કે જો દસ્તાવેજો અધૂરા હોવાનું જણાય તો કોઈપણ વેચાણ દસ્તાવેજની નોંધણી કરવી નહીં.

જાહેરનામામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અરજદારને એપોઇન્ટમેન્ટની તારીખથી સાત દિવસની અંદર પેન્ડિંગ દસ્તાવેજો રજૂ કરવાનું કહેવામાં આવે અને તેમ કરવામાં ન આવે તો  કારણ દર્શાવીને અરજી તાત્કાલિક નામંજૂર કરવી જોઈએ.

તેમણે “વેચાણ દસ્તાવેજમાં એન્ડોર્સમેન્ટ પેજ અને ‘પેન્ડિંગ’ રજિસ્ટર ખાલી રાખવાની અયોગ્ય પ્રથા તરફ ધ્યાન દોર્યું હતું, ઉપરાંત નાગરિકોને તે માટેનાં કારણો સાથેની નોટિસ મોકલવામાં આવતી નથી.

જાહેરનામામાં દરેક જિલ્લાના ડેપ્યુટી રજિસ્ટ્રાર (આકારણી)ને પણ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન માટે મોકલવામાં આવ્યો હોય તેવો વેચાણ દસ્તાવેજ સાત દિવસમાં પરત કરવા સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગરના મહેસૂલ વિભાગના એક સિનિયર અધિકારી કબૂલે છે કે, ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી એસેસમેન્ટ) કચેરીમાં મૂલ્યાંકન માટે વેચાણ દસ્તાવેજો મહિનાઓ સુધી પેન્ડિંગ રાખવાની વાત આવે ત્યારે અમદાવાદ અને સુરત કુખ્યાત છે.

દેવને નોંધ્યું છે કે એવા કિસ્સાઓ છે કે જ્યાં ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી આકારણી) ને સ્ટેમ્પ ડ્યુટીના પુનઃમૂલ્યાંકન માટે ક્યારેય વેચાણ દસ્તાવેજ મળ્યો ન હતો. તેના બદલે ડીડની ‘બોન્ડ કોપી’નો ઉપયોગ પુનઃમૂલ્યાંકન માટે કરવામાં આવ્યો હતો.

નોંધણીમાં પણ અનેક એક વિસંગતતા જોવા મળી હતી, જેના લીધે ગેરરીતિઓ થઇ શકે છે.જેમકે એક કિસ્સામાં, સબ-રજિસ્ટ્રારની કચેરી કોઈ ચોક્કસ પ્રકારની મિલકતના વેચાણની નોંધણી કોઈ કારણસર પેન્ડિંગ રાખે છે તો બીજામાં, તે જ પ્રકારની મિલકતના વેચાણ દસ્તાવેજની નોંધણી કોઇ મુશ્કેલી વિના કરી દેવાય છે.
જાહેરનામામાં સબ-રજિસ્ટ્રાર કચેરીના મહેસૂલ અધિકારીઓને આવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.  

Your email address will not be published.