કોવિડ અને ઓમિક્રોનના ડર વચ્ચે ટાઈગર-૩ના સેટ પર સલમાન ખાને આપી કડક સૂચના

| Updated: January 5, 2022 4:45 pm

ટાઇગર-3 એક્શન થ્રિલરના શૂટિંગ માટે સલમાન ખાન, કેટરીના કૈફ તેમજ બાકીના કલાકારો ખૂબ જ તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે, દેશભરમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રૉન છેલ્લા કેટલાક દિવસોથી વધી રહ્યો છે. જેમાં માત્ર મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે લગભગ 12,000 થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. હાલ પણ મહારાષ્ટ્રમાં જ સંક્રમણ વધુ જોવા મળી આવ્યું છે.

બિગ બોસ 15 ના હોસ્ટ નવા શેડ્યૂલની શરૂઆત કરતી વખતે ટાઇગર ૩ના સેટ પર પોતાના અને દરેક માટે તંદુરસ્ત અને સલામત વાતાવરણ બનાવવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. ઓમિક્રૉનને ધ્યાનમાં રાખીને સલમાન ખાન પોતે જ ટાઇગર-3ના શૂટિંગ પર કોરોના ગાઈડલાઇનના નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે કે નહિ તેની ખાત્રી લઈ રહ્યો છે.

સલમાન ખાને વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો શૂટિંગ કરી રહ્યા છે તેમને જ સ્થળ પર હાજર રહેવાની જરૂર છે અને સલમાન ખાતરી કરી રહ્યો છે કે, શૂટિંગનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે બધું યોગ્ય છે કે નહીં.

આ ફિલ્મમાં સલમાન ખાનની સામે મુખ્ય વિલનમાં ઈમરાન હાશ્મી પણ છે. સલમાન ખાને થોડા દિવસ પહેલા જ પોતાના જન્મ દિવસ પર તેમની અને શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાણને લઈને મોટી અપડેટ શેર કરી હતી. ” ટાઈગર-3 ડિસેમ્બર,2022 સુધીમાં રીલીઝ થવી જોઈએ અને પઠાણ તે પહેલા રીલીઝ થવાની શક્યતાઓ છે. હું અને શાહરુખ ખાન કદાચ આ બીજી ફિલ્મમાં સાથે જોવા મળીશું.

Your email address will not be published.