સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણાને આઇએસઆઇએસ દ્વારા મારી નાખવાની ધમકી

| Updated: August 5, 2022 9:05 pm

અમદાવાદ
સુરતથી અમદાવાદ આવેલા સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણાને ISISના નામથી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સનાતન સંઘના પ્રમુખને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે ISISIમાં હોવાની ઓળખ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સનાતન સંઘના પ્રમુખે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવ્યો હતો.

સુરતમાં રહેતા સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણા હાઇકોર્ટના કામથી અમદાવાદ આવ્યા હતા. સાંજે પોતાની ગાડીમાં તેમને મળેલી પોલીસની સુરક્ષા સાથે સુરત પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉપદેશ રાણા સારંગપુર ન્યુ કોલથ માર્કેટ પહોંચ્યા ત્યારે તેમના ફોન પર અજાણ્યા નંબરથી વૉટસએપ કોલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે કહ્યુ કે, હું ISISમાંથી બોલું છું. અમે તારી ગાડીની પાછળ જ છીએ. પહેલા તારા ગાર્ડને ગોળી મારીશું જે બાદ તને ગોળી મારીને તારી હત્યા કરી દઇશું. બાદમાં ઉપદેશ રાણાએ આ અંગે પોલીસ કન્ટ્રોલ રુમને જાણ કરી હતી. અજાણી વ્યક્તિએ આટલું કહેતા જ ઉપદેશ રાણાએ કહ્યું ફોન ચાલુ રાખ, હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાવ છું. જેથી સામેવાળાએ ફોન કાપી નાખ્યો હતો. જે બાદ ઉપદેશ રાણાએ 100 નંબર પર ફોન કર્યો હતો. પોલીસ આવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન જઈને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

Your email address will not be published.