સંજય ગુપ્તાએ વેબ સીરિઝની કરી જાહેરાત,જે કરોડપતિ ડ્રગ ક્વીનના જીવન પર આધારિત હશે

| Updated: January 13, 2022 3:14 pm

ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તા વાસ્તવિક જીવનની વાર્તાઓમાંથી કથાઓ વણવા માટે જાણીતા છે અને તેમનો હવે પછીનો પપ્રોજેક્ટ કરોડપતિ ડ્રગ ક્વીન શશીકલા પાટણકર વિશે છે. જેમને “બેબી પાટણકર” તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક દૂધ વિક્રેતાની વાર્તા પર વેબ સિરીઝ બનાવશે, જેણે મુંબઈમાં ડ્રગનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું.

આ પ્રોજેક્ટની જાહેરાત કરતાં સંજય ગુપ્તાએ ટ્વિટર પર શેર કર્યું હતું કે, “લોહરીના શુભ પ્રસંગે બેબી પાટણકરના જીવન પર આધારિત અમારી વેબ સિરીઝની જાહેરાત કરતાં મને ખૂબ ગર્વ અને આનંદ થાય છે. મુંબઈમાં સૌથી મોટું માદક દ્રવ્યોનું સામ્રાજ્ય બનાવનાર અને નિયંત્રિત કરનારી ઘરગથ્થુ નોકરાણીની આશ્ચર્યજનક સાચી વાર્તા.”

શશીકલા પાટણકરે મુંબઈમાં ગાંજા અને બ્રાઉન સુગરનો વેપાર કર્યો હતો અને મેફેડ્રોનમાં વ્યવહાર કરીને મોટી સંપત્તિ એકત્રિત કરી હતી – જેને ‘મેઉ મેઉ’ કહેવામાં આવે છે. 30 વર્ષથી વધુ સમય દરમિયાન પાટણકર મુંબઈમાં 22 મિલકતો ધરાવતા હતા અને તેમની પાસે ફિક્સ્ડ ડિપોઝિટમાં 1.2 કરોડ રૂપિયા હતા.

સંજય ગુપ્તાએ તેમની વાર્તાના રાઈટ્સ ખરીદ્યા હોવાના અહેવાલ છે અને એક મહિલા લેખિકા તેની વાર્તા લખી રહી છે. જોકે નિર્માતાઓએ આ સિરીઝ માટે કાસ્ટને આખરી ઓપ આપવાનો બાકી છે. જેનું સહ-દિગ્દર્શન સંજય ગુપ્તા અને સમિત કક્કડ કરશે

Your email address will not be published.