સાંતેજની સ્કૂલમાં 15 વ્યક્તિમાં કોવિડના લક્ષણો જણાતા શૈક્ષણિક પ્રવૃત્તિ ફરી ઓનલાઇન

| Updated: August 3, 2022 8:46 am

સાંતેજ (Santej) વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય સ્ટાફ સહિત લગભગ 15 લોકોમાં કોવિડ-19 જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ શાળાએ ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે 6 ઓગસ્ટ સુધી શૈક્ષણિક પ્રવૃત્તિ ઓનલાઇન કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સ્કૂલનું કહેવું છે કે કોરોના નથી પરંતુ વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસ છે.

શાળાએ પછી એક પત્રમાં વાલીઓને જાણ કરી છે કે, સાવચેતીના પગલા માટે શાળા દ્વારા શૈક્ષણિક વર્ગો 6 ઓગસ્ટ સુધી ઓનલાઈન હાથ ધરવામાં આવશે. સ્કૂલમાં ટીચર્સ,વિદ્યાર્થીઓ અને સ્ટાફના અનેક લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે તથા અનેક લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ટીચર્સને કોરોના પોઝિટિવ આવ્યો છે તે અંગે માહિતી આપી શકાશે નહીં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટ, સોમવારે સાંતેજ (Santej) ખાતેની રેડબ્રિક્સ સ્કૂલના મેનેજમેન્ટને ખબર પડી કે કેટલાક વિદ્યાર્થીઓ કોવિડ-19 માટે પોઝિટિવ આવ્યા છે અને કેટલાક વધુ વિદ્યાર્થીઓ તેમજ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફના સભ્યોમાં કોવિડ19 રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે.

DEO  ઓફિસના સૂત્રો અનુસાર, આ અંગે તપાસ કરતાં શાળા પ્રશાસને જણાવ્યું કે ચાર શિક્ષકોએ કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરા પર તોળાઈ રહ્યો છે કોવિડ-સ્વાઇન ફ્લુનો સંયુકત ખતરો

Your email address will not be published.