ગુજરાતમાં વધતાં કોરોના કેસને પગલે સપ્તક શાસ્ત્રીય સંગીત ઉત્સવ આવતીકાલથી બંધ

| Updated: January 6, 2022 8:55 pm

ગુજરાતમાં કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પ્રતિષ્ઠિત શાસ્ત્રીય સંગીત ઉત્સવ સપ્તક આવતીકાલથી બંધ આવ્યો છે. આજના કાર્યક્રમ માટે કેટલાક કલાકારો આવી ચૂક્યા હોવાથી આજે કાર્યક્રમ ચાલુ રહેશે.

સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક દ્રારા સતાવાર રીતે જણાવાયુ છે કે “સપત્કના બાકીના કાર્યક્રમ માટે અમે પરિસ્થિતિની સમીક્ષા કરીશું અને એકવાર વાતાવરણ સારુ થઇ જાય પછી નિર્ણય લઈશું. આ દરમ્યાન જો શ્રોતાઓ ઉચ્છે તો તેઓ 50 ટકા રિફંડ મેળવી શકે છે અને આ માટે તેઓ saptak1980@gmail.com પર ઈમેલ કરી વધુ માહિતી મેળવી શકે છે.

સપ્તક એન્યુઅલ ફેસ્ટિવલ ઑફ મ્યુઝિક એ ગુજરાતમાં યોજાયેલ વાર્ષિક તેર-દિવસીય ભારતીય શાસ્ત્રીય સંગીત ઉત્સવ છે. તે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક દ્વારા આયોજિત કરવામાં આવે છે અને દર વર્ષે પહેલી જાન્યુઆરીથી તેરમી સુધી યોજાય છે અને તેમાં અનેક લોકો ભાગ લે છે.

Your email address will not be published.