સરફરોશ અને રઇશ ફિલ્મ જે ગુજરાતી ઓફિસર પર પ્રેરિત થઇ બની તે અનિલસિંહ જાડેજા

|Ahmedabad | Updated: May 4, 2022 10:29 pm

લતીફનો અવાજ સાંભળી ઓળખનાર, પંકજ ત્રિવેદી કેસનો ભેદ ઉકેલનાર, 46 એકે 47 પકડનાર ઝાંબાઝ અધિકારી

ટેલિફોન ઓપરેટરથી શરુ થઇ જીંદગી આઇજીપી બની નિવૃત્ત થયા

એ. કે. જાડેજા

અમદાવાદ:

ગુજરાત જેનાથી કાંપતુ તે ડોન અબ્દુલ લતીફને પકડનાર અવાજ પરથી ઓળખનાર પહેલા અધિકારી અનિલસિંહ જાડેજા. સ્ટાર આમીરખાનની સરફરોશ ફિલ્મ હોય કે લતીફ પર બનેલી રઇશ ફિલ્મના રિયલ લાઇફ હીરો બીજુ કોઇ નહી પરંતુ ગુજરાતના પોલીસ ઓફિસર અનિલસિંહ કે જાહેજા છે. તેઓ એટીએસમાં ડીવાયએસપી તરીકે પદ મેળવનાર પહેલા અધિકારી હતા. ચકચારી એવા પંજક ત્રિવેદી મર્ડર કેસનો ભેદ ઉકેલનાર અધિકારીની જીવનની પહેલી નોકરી બીએસએનએલમાં ઓપરેટર તરીકેની હતી. છેલ્લે અમદાવાદ રેન્જ આઇજી તરીકે નિવૃત્ત થયા હતા. સરળ અને મૃદુ સ્વાભવના અધિકારી હતા. આવા ઝાંબાઝ ઓફિસર એ કે જાડેજાએ બુધવાર લાંબી બિમારી બાદ મૃત્યુ પામ્યા હતા.

આઇજીપી અનિલસિંહ કે જાડેજા બીએસએનએલમાં ઓપરેટર તરીકે નોકરી પર લાગ્યા હતા આ નોકરી છોડી તેમણે પોલીસ ઓફિસર તરીકે જોડાયા હતા. તેમના જીવન વિશે વાત કરીએ તો કદાચ સમય ઓછો પડે પરંતુ તેમના કેટલાક અંશો જોઇએ. મૂળ રાજસ્થાનના અને આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર એવા ઇકબાલ મીર્ચી જે સરફરોજ ફિલ્મમાં એક ગુનેગારનુ કેરેક્ટર પણ છે. તેમને રાજસ્થાન જઇ પકડનાર અનિલસિંહ હતા. ઇકબાલ મીર્ચી પાકિસ્તાનથી રાજસ્થાન માર્ગે ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સ મોકલતા હતા. ઇકબાલનો રાઇટ હેન્ડ બળવંત ચારણ રાજસ્થાન પોલીસમાં હતો અને તેના મારફતે લાઇન ચાલતી હતી. 1965 અને 1971ની વોરમાં બળવંતના સગાઓએ આર્મીને લડાઇમાં મદદ પણ કરી હતી તેમ છતાં બળવંતની ગેરકાયદે પ્રવૃતિ પર તેને દબોચી લીધો હતો. બાદમાં તેની પાસેથી 1200 કિલો ડ્રગ્સ પકડાયું હતુ. જેથી દિલ્હી નાર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગે મોટું રોકડ ઇનામ આપવાની આપ્યું પરંતુ તેઓ પોતાની ટીમ માટે પણ કંઇક કરવાની ઇચ્છા રાખતા હતા. જેથી તેમણે પોતાની ટીમના એક સભ્યની દિકરીના લગ્ન હોવાથી મોટા ભાગની રકમ તેને મળે તે રીતે અનિલસિંહે ફક્ત 30 હજાર લીધા હતા.

1992ની સાલમાં અમદાવાદના દરિયાપુર પોપટીયાવાડમાં પોલીસ માટે ઘુસવું પણ અઘરુ હતુ તેવો કુખ્ચાત ડોન અબ્દુલ લતીફનો દબદબો હતો. ત્યારે તેઓ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હતા. જેથી લતીફને પકડવા પોલીસ ટીમ તો પહોચી પરંતુ તે ભાગી ગયો હતો અનિલસિંહે આખરે તેના સાગરીત શરીફખાનને દબોચી લીધો હતો. શરીફખાનને પકડીને લાવવાનો હતો ત્યારે પણ પોલીસને કન્ટ્રોલ રુમ પર કોલ કરી વધુ ફોર્સ બોલાવવી પડી હતી કેમકે લોકો એટલી મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા.

આ ધરપકડ દરમિયાન તેમણે લતીફને પકડવાનું તેમને નક્કી કર્યું હતુ. આ બાબતની જાણ થતાં લતીફ દિલ્હીના દરિયાગંજ પહોચ્યો હતો અને દાઉદની મદદથી ત્યા રહેતો હતો. જેથી બીએસએનએલનો અનુભવ કામે લગાડી તેમણે લેન્ડ લાઇન ફોન ટ્રેસ કરવાની શરુઆત કરી હતી ફોનમાં લતીફ અને તેના માણસો ચોક્કસ શબ્દો વાપરતા હતા પરંતુ તેમ છતાં તેના અવાજ પરથી અનિલસિંહે તેને ઓળખી કાઢ્યો હતો. આખરે અઢી વર્ષે તેમણે લતીફને દિલ્હીથી પકડી અમદાવાદ લાવ્યા હતા.

આ કેસની સફળતા બાદ તેમણે એક ઓપરેશન જેમાં સીબીઆઇએ પણ તેમને સાથે રાખ્યા અને ઓપરેશન પાર પાડ્યું હતુ. મુંબઇ બ્લાસ્ટની રાયફલો ગુજરાતના આંકલાવમાં ખુલ્લામાં નાખી હતી તે પકડી એક સરપંચની ધરપકડ કરી હતી. અબ્દુલ્લાને પકડવા માટે એ કે જાડેજા દુધવાળો બની તેના ઘરે જઇ તેને પકડી પાડ્યો હતો. આમ આવુ જ ત્રાસવાદીઓનું પણ સ્ટિંગ ઓપરેશન તેમણે કર્યું હતુ. ત્રાસવાદીઓએ સૌરાષ્ટ્ર, સુરત, ઉત્તરપ્રદેશમાં 25 એકે 47 રાયફલો સંચાડી હતી, 30 રશિયન હેન્ડ ગ્રેનેડ પણ શોધી નાખ્યા હતા. તે સમયે ટેકનોલોજી ન હોવા છતાં પણ ગુરુ મહારાજના આશિર્વાદથી તેઓ સફળ રહ્યા હતા. આવા અનેક કારનામાના કારણે 1994માં બેસ્ટ કોપના ઇનામો મળ્યા હતા અનેક ઓવોર્ડ મળ્યા હતા. 2003માં રાષ્ટ્રપતિનો મેડલ મળ્યો હતો.તે દરમિયાનમાં પંકજ ત્રિવેદી એટલે સ્વાધ્યાય પરિવારના ચકચારી મચાવનારા કેસમાં પણ એ કે જાડેજાની ભુમિકા મહત્વની હતી.


આર્મીમાં જવાની ઇચ્છા હતી માતાએ લેટરો સંતાડી રાખ્યા હતા

એ કે જાડેજાને આમ આર્મીમાં જવાની ઇચ્છા હતી નાનપણમાં પણ તેઓ આર્મીનો ડ્રેસ પહેરી ફરતા હતા. 13 વર્ષની વય પિતાનું અવસાન થયું હતુ એટલે જીવન સંઘર્ષ મય બન્યું હતુ. આખરે મામાની મદદથી આર્મીની પરિક્ષામાં પણ પાસ થયો હતો. માતા ચંદ્રકુંવરબા ઇચ્છતા હતા કે, અનિલસિંહ આર્મીમાં ન જાય એટલે તેમણે ઘરે આવતા આર્મી સિલેક્શનના તમમા લેટર સંતાડી રાખ્યા હતા. દરમિયાનમાં પોલીસ સબ ઇસ્પેક્ટર તરીકે સિલેક્શન થયુ ત્યારે તે લેટર આપ્યો હતો. આખરે માતાએ જણાવ્યુ કે, તારા પિતા મને અધ્ધવચ્ચે છોડીને જતા રહ્યા હતા તેથી તને આર્મીમાં મોકલવાની ઇચ્છા ન હતી. ધુળકોટ ગામના અનિલસિંહ તેમના પત્ની દીપીક્ષાબા અને તેમને એક જ હેતલબા નામની દિકરી છે. પરિવારમાં ત્રણ સભ્યો પરંતુ પુરા કુટુંબને તેઓ સ્નેહ પૂર્વક સાંચવતા હતા. તેઓ 1982માં પીએસઆઇ તરીકે ભર્તી થયા અને બાદમાં ડીવાયએસપી બન્યા હતા. તેમને પોતાની કામગીરી અંગે 75 થી વધુ ઇનામો મળ્યા હતા.

Your email address will not be published.