રાજયકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલાની હાજરીમાં કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા

| Updated: January 7, 2022 9:05 pm

ગુજરાતમાં હાલ કોરોનાના કેસો બમણી રફતારથી વધી રહ્યા છે. સરકાર દ્વારા નિયમોનું કડકપણે પાલન કરવાની સુચના આપવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા પણ સીએમ સહિતના તમામ કાર્યક્રમો જેમકે વાઇબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો, કાઈટ ફેસ્ટીવલ વગેરે રદ કરવામાં આવ્યા છે. પરંતુ ગુજરાત સરકારના મંત્રીઓ જાણે કે મુખ્યમંત્રીથી પણ શીખ લેવા માંગતા નથી અને તેમને ખુલ્લો દૌર આપી દેવાયો હોય તેમ જાહેર કાર્યક્રમોમાં હજારો લોકોની મેદની ભેગી કરી કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવી રહ્યા છે. બનાસકાંઠામાં કાંકરેજના કુંવારવ ગામે સરપંચ સ્નેહમિલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજયકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલાની હાજરીમાં કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડ્યા હતા. ગઇ કાલે પણ ગોંડલમાં સરપંત સ્વાગત સમારોહ યોજાયો હતો તેમાં પણ મંત્રીઓની હાજરીમાં કોરોના નિયમોના લીરે-લીરા ઉડયા હતા.

જોકે તેમ છતાં લોકો તો બેદરકારી દાખવી જ રહ્યા છે પરંતુ મંત્રીઓ પણ આમાંથી બાકાત નથી. તેઓ પણ સતત કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરી રહ્યા છે. હાલમાં ગોંડલમાં પણ સરપંચ દ્વારા મોટી સંખ્યામાં લોકો સાથેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને હવે રાજ્યના મંત્રીની હાજરીમાં વધુ એક કાર્યક્રમ યોજાયો હતો.

બનાસકાંઠામાં કાંકરેજના કુંવારવ ગામે સરપંચ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજયકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલાની હાજરીમાં કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડ્યા હતા. ત્યારે કહી શકાય કે રાજ્યના મંત્રીઓ જ જો કોરોનાના નિયમોનું પાલન ન કરતા હોય તો આમ જનતા પાસેથી કઈ રીતે અપેક્ષા રાખી શકાય? પરંતુ જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને જોતા મંત્રીઓ સહીત લોકો પણ જાગે અને નિયમોનું પાલન કરે તે જરૂરી બન્યું છે. નહિ તો આ લહેર પણ બીજી લહેર જેટલી ઘાતક બની શકે છે. નોંધનીય છે કે ગઇકાલે ગોંડલમાં પણ સરપંચ સ્વાગત સમારોહ અને રેલીનું આયોજન કરાયું હતું તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *