સેટેલાઈટમાં મિલકતના વિવાદમાં મહિલાની આત્મહત્યાઃ સ્યુસાઈડ નોટમાં લખ્યું “બધી સંપત્તિ દીકરીને આપી દેજો”

| Updated: October 14, 2021 4:48 pm

સેટેલાઇટના રામદેવનગર વિસ્તારમાં શૈલરાજ બંગલોમાં રહેતી કૃપા પટેલ નામની મહિલાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસને મૃતક મહિલાની સુસાઈડનોટ મળી છે જેમાં તેણે લખ્યું છે કે “મારી મિલકતમાં ભાગ મારી દીકરીઓને આપજો, મારા મૃત્યુથી ઘણા બધા ખુશ થશે અને ઘણા બધા લોકો દુઃખી થશે.”

આ સ્યુસાઈડ નોટના આધારે સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 40 વર્ષિય પરિણીતા કૃપા પટેલે ગળેફાંસો ખાધો હતો. હાલ આત્મહત્યાની જાણ થતાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. સ્યુસાઈડ નોટના આધારે બીજા તથ્યો તપાસવામાં આવી રહ્યા છે.

આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી અગ્રવતે જણાવ્યું કે હાલ આ પ્રકરણમાં આકસ્મિક મોત નોંધી સ્યુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *