એફઆરસીની ગાઈડલાઇન મુજબ અમદાવાદની આ શાળાઓએ કર્યો ફી માં વધારો

| Updated: January 19, 2022 10:52 am

ફી રેગ્યુલેટરી કમિટીએ (FRC) અમદાવાદની ચાર શાળાઓ માં ફી માં 5% નો વધારો કરવાની પરવાનગી આપી છે. તેમાં સત્વ વિકાસ, ઉદગમ , ઝેબર અને ડીપીએસ બોપલનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે આ ચાર શાળામાંથી સૌથી વધારે ફી માં વધારો એસજી હાઇવે પાસે સિંધુ ભવન પરની સત્વ વિકાસ શાળાએ કર્યો છે. જ્યાં સુધારેલી ફી રૂ 1.68 લાખ છે, શિક્ષણ વિભાગના પ્રમાણે આ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક સ્તર માટે છે.

ઉચ્ચ માધ્યમિકના કિસ્સામાં, સુધારેલી ફી રૂ 1.45 લાખની મર્યાદામાં છે. તેવી માહિતી મળી છે. ઉદગમ સ્કૂલ ની ફી વાર્ષિક રૂ 55,000 થી રૂ 87,000ની રેન્જમાં છે. ઝેબર સ્કૂલની ફી રૂ 52,000 થી રૂ 70,000 અને ડીપીએસ બોપલ માટે રૂ 69,500 થી 81,000 રેન્જમાં નક્કી કરવામાં આવી છે.

Your email address will not be published.