કોરોના મહામારી વચ્ચે સ્કૂલો શરૂ કરાશે, કેન્દ્ર સરકાર તૈયાર કરી રહી છે નવું મૉડેલ 

| Updated: January 28, 2022 3:56 pm

કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી દેશભરમાં શિક્ષણ ખોરવાઈ ગયું છે ત્યારે કેન્દ્ર સરકાર એક એવું મૉડેલ તૈયાર કરવા વિચારણા કરી રહી છે જેના દ્વારા મહામારી દરમિયાન પણ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે સ્કૂલો શરૂ થઈ શકે. આ અંગે સરકાર ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરે એવી શક્યતા છે. 

ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો વધ્યા બાદ ફરીએકવાર દેશભરમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. ઘ હવે જ્યારે વેરિયન્ટની અસર ઓસરી રહી છે ત્યારે મોટી સંખ્યામાં વાલી મંડળોએ ઑફલાઇન શિક્ષણ ફરી શરૂ કરવા માટે સરકારને અપીલ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર સ્કૂલ શરૂ કરવા માટે નવા મોડલ પર મંથન કરી રહી છે.

કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓ લગભગ બે વર્ષથી સ્કૂલ નથી જઈ શકતા. તેઓ મોટાભાગે ઓનલાઇન ક્લાસમાં ભાગ લઈને કામ ચલાવી રહ્યા છે. તેનાથી લર્નિંગ ક્રાઇસિસ જેવા પરિણામની આશંકા પણ રહે છે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે સ્કૂલો શરૂ કરવા માટે સરકારને અનેક વાલીઓની અપીલ મળી છે. ગુરુવારે પબ્લિક પોલિસી એક્સપર્ટ ચંદ્રકાંત લહેરિયા અને સેન્ટર ફૉર પોલિસી રિસર્ચના વડાં યામિની અય્યરના વડપણ હેઠળ એક મંડળે દિલ્હીના નાયબ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. 

આ મંડળ દ્વારા સ્કૂલો ફરી શરૂ કરવાની માગણી કરવામાં આવી હતી. બીજી તરફ, કેટલાક અન્ય રાજ્યો તરફથી પણ આ પ્રકારની માંગ કરવામાં આવી છે. જોકે,વાલીઓનું એક અન્ય જૂથ ઓનલાઇન શિક્ષણને ચાલુ રાખવાના પક્ષમાં છે. દિલ્હી સરકારે દેશની રાજધાનીમાં સ્કૂલોને ફરી શરૂ કરવાની ભલામણ કરી હતી પરંતુ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીે ગુરૂવારે તેની પર નિર્ણય આગામી બેઠક સુધી ટાળી દીધો હતો.

Your email address will not be published.