આજે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ રાજ્યનાબોર્ડ નું વિજ્ઞાન પ્રવાહનું (science stream) પરિણામ જાહેર કર્યું છે. ગુજરાતી માધ્ય્મનું પરિણામ 72.02 ટકા જાહેર કર્યું છે. પરિણામ રાજ્ય શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં વિધાર્થીઓ અને વાલીઓ પરિણામ જોઈ શકે છે. શિક્ષણ મંત્રી સૌ વિધાર્થીઓને શુભકામનાઓ આપીને આગળ સફળ થવા હોંસલો આપ્યો હતો.
તેમણે કહ્યું કે ગયા વર્ષે કોરોનાને કારણે માસ પ્રમોશન કર્યું હતું. વિધાર્થીઓની આટલા વર્ષની મહેનત કરતાં હોય છે ,અને ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહના (science stream) વિધાર્થીઓ જે બધુ એકબાજુ રાખીને પોતાની શક્તિ મહેનત કરવા પાછળ લગાવી દેતા હોય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસોમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવના
આજે 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 140 કેન્દ્રો હતા રાજ્યમાં, જેમાં કુલ 1,07,663 વિધાર્થીઓ નોધાયેલા હતા જેમાં 1,06,347 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમાં હવે 68,681 પરિક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યુ કે રાજ્યમાં પરિણામમાં સૌ પ્રથમ રાજકોટ જિલ્લો આવેલ છે જેનું પરિણામ 88 % આવેલ છે જ્યારે છેલ્લો નંબર દાહોદ જિલ્લાનો છે જેનું પરિણામ 40.19 % છે. કેન્દ્ર વાર જોવામાં આવે તો લાઠી કેન્દ્રનું 96.15 પહેલો અને લીમખેડા કેન્દ્ર 33.33 % પરિણામ સાથે છેલ્લું સ્થાન મેળવેલ છે.
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી એ જણાવ્યુ કે સૌ વિધાર્થીઓને મારી શુભકામનાઓ અને ફેલ થયેલા વિધાર્થીઓને પણ કહ્યું કે વિચલિત તથા નાસીપાસ થયા વગર આગળ મહેનત કરો તમે આગળ જઈને પાસ થશો . એક પરીક્ષા ચૂકવાથી જિંદગી ચુકી જતા નથી. કેટલાય લકો પરીક્ષામાં ફેલ થયા છે તો શુભકામના આપું છું.