OTT પ્લેટફોર્મ પર ચર્ચિત ડિઝની પ્લસ + હોટસ્ટારની સફળતાનું રહસ્ય

| Updated: November 18, 2021 7:37 pm

કોરોનાને કારણે આપણા જીવનમા ઘણા ફેરફાર આવ્યા છે. જેમકે, અમુક લોકો પોતાની ફીટનેસ વિશે વધુ સજાગ બન્યા છે. જેના પરીણામે સાઇકલના વેચાણમાં વધારો આવ્યો છે. લોકોએ હાર્ટ રેટ્સ, સ્ટેપ કાઉન્ટીંગ ફિચરથી સજજ સ્માર્ટ વોચ પણ ખરીદવા માંડી છે.

બીજો જે મહત્વનો ફેરફાર આવ્યો છે, તે આપણા ફિલ્મો જોવાની રીતમાં છે. કોરોના પહેલા આપણા કોઈ ફેવરિટ સ્ટારની મુવી રિલીઝ થાય તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાતો હતો. તેમાં સ્ટોરીને એટલું મહત્વ અપાતું હતું પરંતુ નેટફ્લિક્સ અને ડિઝની પ્લસ હોટસટારે કન્ટેન્ટને વધુ મહત્વનું બનાવી દીધું છે.

નેટફ્લિક્સે લોકોને એક મહિનાનું ફ્રી સબસ્ક્રિપ્શન આપ્યું, જ્યારે ડિઝની પ્લસ હોટસ્ટારે ફક્ત રૂપિયા 399 માં વાર્ષિક પ્લાન આપીને લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.

ડિઝની પ્લસનો ઇતિહાસ રસપ્રદ છે. તેણે છેલ્લા બે જ વર્ષમાં 104 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ જોડ્યા છે. જેમનો વર્થ સો મિલિયન ડોલર જેટલો થાય છે.

આટલા ઓછા સમયમાં આટલું મોટું સામ્રાજ્ય સ્થાપવા પાછળ ડિઝની પ્લસે કરેલા મર્જર્સ અને એકવીઝીશનનો મોટો ફાળો છે. તેમણે 2019માં 71.3 બીલીયન ડોલરમાં 20th Century Foxને ખરીદી જેમાં ભારતનું સ્ટાર ટીવી, ટાટા સ્કાય તેમજ હોટસ્ટાર શામેલ છે.

તેમણે બી.એ એમ એટલે કે, બાસ્કેટબોલ એડવાન્સ મીડિયાને 2.6 બીલીયન ડોલરમાં ખરીદી  છે. બી.એ એમની સ્થાપના અમેરિકાની મેજર બાસ્કેટબોલ લીગના કમિશનર બડ સેલીગએ કરી હતી. BAMની શરૂઆત બાસ્કેટબોલ લીગની 30 ટીમના ડિજિટલ રાઇટ્સની એક વેબસાઈટ તૈયાર કરવામાંથી થઈ હતી.

ધીમે ધીમે તેમણે લાઈવ મેચના સ્ટ્રીમીંગમાં સુધારો લાવતા ગયા. જેના પરીણામે વર્ષ 2010 સુધીમાં બી.એ એમ એ અલગ-અલગ સ્પોર્ટ્સ કંપનીઓ જેવી કે WWE, NHL, PGA, પ્લે સ્ટેશન અને મુવીઝ નેટવર્ક HBO સાથે કરાર કર્યા.

BAMના આ વિકાસને જોઈને ડિઝનીએ તેનો એક તૃતિયાંશ હિસ્સો ઓગસ્ટ 2016માં 1 બિલિયન ડોલરમાં ખરીદ્યો હતો. તેના એક વર્ષ પછી જ તેમણે 1.2 બિલિયન ડોલરમાં BAM ટેકનોલોજીનો 75 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આમ કરતા તેના ઓનલાઇન સામ્રાજ્યની શરૂઆત થઇ હતી.

Your email address will not be published.