દ્વારકાના દરિયામાં કરંટ મળ્યો જોવા, લોકોને દરિયા નજીક ના જાવા અપીલ

| Updated: August 1, 2022 5:06 pm

દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.હાલ ત્યાં વરસાદ પણ પડી રહ્યો છે.દરિયામાં કરંટની સાથે દરિયો ગાંડો બન્યો છે.15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.તંત્ર દ્રારા અપિલ કરવામાં આવી છે કે આ સમયે કોઇ પણ દરિયા નજીક ના જાઇ.દરિયામાં કરંટ હોવા છતા સહેલાણીઓ દરિયા કિનારે આવ્યા હતા.

માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે.વરસાદની સાથે દરિયો ગાંડો તૂર બન્યો છે જેને લઇને તંત્ર દ્રારા અપિલ કરવામાં આવી છે કે દરિયાકિનારે ન જવામાં આવે.પરંતુ આમ છતાં, ધણા લોકો દરિયા કિનારે આવી પહોંચીયા હતા.

દ્વારિકા નગરીના ઘાટ પર સ્નાન કરવાનો મોટો મહિમા છે જેના કારણે લોકો જે દુરથી આવ્યા હોય છે તે સ્નાનનો લાવો લેવા ઇચ્છતા હોય છે.

ગુજરાતમાં હમણા વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.કયારેક વધુ પડતો તડકો પડી રહ્યો છે તો કયારેક ગરમી પડી રહી છે.આ વચ્ચે હવામાનને લઇને અંબાલાલ પટેલે આગાહી કરી છે અને હવામાન વિભાગ દ્રારા પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વરસાદ પડશે પણ અતિભારે વરસાદની હાલ કોઇ સ્થિતી જોવા મળી રહી નથી.વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે હાલ ભારે વરસાદ નહી પડે પરંતુ છૂટો છવાયો વરસાદ રહેશ.તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 33થી 35 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

અત્યાર સુધીના વરસાદની વાત કરવામાં આવે તો રાજયમાં સરેરાશ 70 ટકા વરસાદ નોંધાયો છે અને કચ્છમાં સૌથી વધુ 117 ટકા વરસાદ પડ્યો છે.

Your email address will not be published.