હરિધામ સોખડાના સાધુ અને સાધ્વીઓને બીજે મોકલોઃ ગુજરાત હાઇકોર્ટ

| Updated: April 22, 2022 3:41 pm

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે વડોદરા પોલીસને આદેશ આપ્યો છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના હરિધામ સોખડાના અક્ષર પુરુષોત્તમ સ્વામી મંદિરના સાધુ અને સાધ્વીઓને આણંદ જિલ્લામાં બાકરોલ અને અમદાવાદમાં નિર્ણયનગર ખાતે ખસેડવામાં આવે.

લગભગ એક કલાક સુધી ચાલેલી વિડીયો કોન્ફરન્સમાં સંપ્રદાયના સાધુ,સાધ્વીઓ અને ભક્તોની સુનાવણી કરતી વખતે બેન્ચના ન્યાયાધીશ જસ્ટિસ ગોકાણી અને જસ્ટિસ મનુ ભટ્ટે આદેશ આપ્યો હતો કે પુરુષ સભ્યોને બાકરોલના આત્મીયધામ ખાતે ખસેડવામાં આવે અને બધા મહિલા અનુયાયીઓને સંપ્રદાયના નિર્ણયનગર ખાતેના નિવાસ ખાતે ખસેડવામાં આવે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કોર્ટે ત્રણ વ્યક્તિઓ પ્રેમસ્વરૂપદાસ, યોગી ડિવાઇન ટ્રસ્ટના જોઇન્ટ સેક્રેટરી જે એમ દવે અને સાધુ ત્યાગવલ્લભદાસ અને તેમના અનુયાયીઓ પર કોર્ટ દ્વારા મંદિરના સંકુલમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેઓ કોર્ટની મંજૂરી વગર મંદિરના સંકુલમાં પ્રવેશ નહી કરી શકે.

સૂત્રોએ જણાવ્યું હતું કે હાઇકોર્ટે પ્રતિસાદીઓને આદેશ આપ્યો છે કે સેલફોન, પાસપોર્ટ વગેરે તેમના અનુયાયીઓને સુપ્રદ કરવામાં આવે. વડોદરાના પોલીસ સુપરિટેન્ડેન્ટને આદેશ આપવામાં આવ્યો છે કે તેમના અનુયાયીઓના વડોદરા ખાતેના પરિવહનથી વ્યવસ્થા કરે, જ્યાં તેઓની કોર્ટ દ્વારા કાયદાકીય સર્વિસ સત્તાવાળા અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની હાજરીમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરવામાં આવશે.

આ વિવાદ સર્જાવવાનું કારણ જુલાઈ 2021ના રોજ ગુરુ હરિપ્રસાદ દાસજીના નિધન પછી સંપ્રદાયમાં આવેલો જૂથવાદ છે. તેમના ભૂતપૂર્વ વ્યક્તિગત સચિવ પવિત્રા જાનીએ બુધવારે હેબિયસ કોર્પ્સની અરજી ફાઇલ કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાથી મંદિરના અનુયાયીઓને અટકાયતમાં રાખવામાં આવ્યા છે. જાનીનો દાવો છે કે ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાત દેશમાં ફેલાયેલી છે અને તેની સંપત્તિ દસ હજાર કરોડની છે. અરજદારે બે સાધુઓ અને દવે પર ટ્રસ્ટની સંપત્તિ હડપવાનો પ્રયત્ન કરવાનો આરોપ મૂક્યો હતો.

ગુરુવારે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય જૂથે કોર્ટનો સંપર્ક સાધ્યો હતો અને વિનંતી કરી હતી કે તેઓ એક્સ પાર્ટી ઓર્ડર પસાર ન કરે અને તેમની અરજની પણ સુનાવણી કરે. આમ હરિધામ સોખડાનો વિવાદ વધુને વધુ વકરતો જાય છે ત્યારે આગામી સમયમાં તે કેવું સ્વરૂપ ધારણ કરે તે જોવાનું રહેશે. તેની સાથે કોર્ટના ચુકાદાથી આહત થયેલું જૂથ પણ કયો રસ્તો અપનાવે છે તેના પર પણ બધાની નજર રહેશે.

Your email address will not be published.