સફેદ તલના બજારમાં આવક સામે માંગ વધતા તેજી

| Updated: July 29, 2021 10:25 am

તલના બજારમાં છેલ્લા એક અઠવાડિયાથી પ્રતિમણ 100 રૂપિયાનો સુધારો જોવા માટે મળ્યો છે. એક તરફ વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં તલની આવક ઘટી છે તો સામે તલની લેવાલી વધવાના કારણે માંગમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

છેલ્લા પાંચેક દિવસથી રાજ્યમાં વરસાદ સતત વરસી રહ્યો હોવાના કારણે તલના પાકનું ધોવાણ થઇ રહ્યું છે. કૃષિ નિષ્ણાંતો પ્રારંભિક વરસાદ વધુ  ખેંચાય ત્યારે ખેડૂતોને ટૂંકા ગાળાના પાક જેવા કે તલ, અડદ,મગનું વાવેતર કરવા માટે ભલામણ કરતાં હોય છે. તલનું વાવેતર ઘટવા પાછળનું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે, છેલ્લા બે વર્ષથી અન્ય તેલીબિયાંની સરખામણીએ તલના ભાવ તળિયે પડી રહ્યા હોવાથી ખેડૂતોને તલના પાકનું વાવેતર કરવામાં રસ ઓછો થઇ ગયો છે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગતવર્ષે તલનું વાવેતર 1.07 લાખ હેક્ટર વિસ્તારમાં થયું હતું. વાવેતરમાં ચાલુ વર્ષે 40 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ ખરીફ સિઝનમાં તલનું વાવેતર 63650  હેક્ટરે પહોચ્યું છે છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર 1.14 લાખ હેક્ટર સામે માંડ 56 ટકાએ પહોચ્યું છે.

Your email address will not be published. Required fields are marked *