સ્પાની આડમાં સેક્સ રેકેટ : રાજકોટમાં 2 સ્પાના 5 સંચાલકોની ધરપકડ

| Updated: November 25, 2021 4:44 pm

રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના વધી રહ્યા છે. ખાસ કરીને મોટા શહેરોમાં આ કુટણખાના ચાલતા હોય છે. કોરોના મહામારીને કારણે છેલ્લા અમુક મહિનાઓથી સ્પા પાર્લરો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રતિબંધ હટતાની સાથેજ આ બધાજ સ્પા પાર્લરો ફરીથી શરૂ થયા છે. જે હવે એક ચિંતાનો વિષય બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટ પોલીસે શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. જેને લઈને હવે શહેરમાં ચકચાર મચી ગઈ હતી. શહેરના જુદા જુદા સ્પામાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમા 2 સ્પા સેન્ટરમાં પોલીસે રેડ કરી ત્યારે સામે આવ્યું હતું કે આરોપીઓ ત્યાં કુટણખાનું ચલાવતા હતા. 

રાજકોટના ધ રોયલ મિન્ટ સ્પા અને ધ રોયલ ફેમેલી સ્પામાં પોલીસે રેડ કરી હતી. જેમા રેડ સમયે સામે આવ્યું કે આરોપીઓ સ્પાની આડમાં કુટણખાનું ચલાવી રહ્યા હતા. જેથી પોલીસએ આ મામલે બંને સ્પાના કુલ 5 સંચાલકોની ધરપકડ કરી હતી. હાલ તમામને તેમની કરતૂતને કારણે જેલના સળીયા પાછળ ધકેલાયા છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે માલવીયા પોલીસ અને યુનિ પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તમામ આરોપીઓની પુછપરછ કરી હતી. આ આરોપીઓ કેટલા સમયથી આ સ્પા ચલાવતા હતા અને યુવતીઓ તેમણે ક્યાથી બોલાવી હતી તે દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

Your email address will not be published. Required fields are marked *