આર્યનની મુશ્કેલી વધશેઃ ફોનમાંથી વાંધાજનક તસવીરો મળી, હવે મન્નત પર દરોડા શક્ય

| Updated: October 4, 2021 4:45 pm

શાહરૂખ ખાનના પુત્ર આર્યનને એક ક્રૂઝ પરથી રેવ પાર્ટીમાં પકડવામાં આવ્યા પછી એનસીબીએ તેના એક સપ્તાહના રિમાન્ડ માંગ્યા છે. તેમાં કહ્યું છે કે આર્યનના ફોનમાંથી ઘણી વાંધાજનક તસવીરો મળી છે. આ કારણથી રિમાન્ડ વધારવાની માંગણી કરવામાં આવી છે.

એનસીબીએ સોમવારે આર્યનના રિમાન્ડની માંગણી કરતી વખતે દલીલ કરી કે તેના ફોનમાંથી ચોંકાવનારી વિગત મળી છે. તેથી તેની પૂછપરછ માટે રિમાનડ્ જરૂરી છે. આર્યન વતી આ કેસ જાણીતા વકીલ સતીષ માનશિંદે લડી રહ્યા છે.

શાહરુખના પુત્ર આર્યનની લેટેસ્ટ તસવીરો બહાર આવી છે જેમાં અધિકારીઓ આર્યનને હાથ પકડીને લઈ જઈ રહ્યા છે. આર્યનના ચહેરા પર ઉદાસી અને ચિંતા દેખાય છે.

હવે મન્નત પર દરોડા પડશે?
દિલ્હીમાં રહેતા આરોપીઓના ઘર પર એનસીબીના દરોડા ચાલે છે. કહેવાય છે કે શારરુખ ખાનના ઘર મન્નત પર પણ એનસીબી ત્રાટકી શકે છે. કાયદા પ્રમાણે એનડીપીએસ કાયદા હેઠળ દરેક આરોપીના ઘરનું સર્ચ કરવાની જોગવાઈ છે. તેથી મન્નતમાં પણ એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તેવી સંભાવના છે.

Your email address will not be published. Required fields are marked *