શરદ પવારનો ભાજપ પર પ્રહાર;  2.5 વર્ષથી ભાજપનો MVA સરકાર તોડવાનો પ્રયત્ન

| Updated: June 21, 2022 3:04 pm

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. મંગળવારે સવારે શિવસેનાના મંત્રી એકનાથ શિંદે ઓછામાં ઓછા 12 ધારાસભ્યોનું નેતૃત્વ કરીને ભાજપ શાસિત ગુજરાત લઈ ગયા હતા.

આ મુદ્દે NCP નેતા શરદ પવારે મિડિયાને સંબોધતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકારને પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ ત્રીજી વખત થઈ રહ્યું છે. “એકનાથ શિંદેએ ક્યારેય તેમની સીએમ બનવાની મહત્વાકાંક્ષા વિશે જણાવ્યું નથી.” આગળ તેમણે ઉમેર્યું કે, “મને ખાતરી છે કે, ઉદ્ધવ ઠાકરે પરિસ્થિતિને સંભાળશે.” સીએમ પદ શિવસેના પાસે છે. તે પદ માટે કોની નિમણૂક કરે છે તે શિવસેનાની આંતરિક બાબત છે.

પવારે આગળ કહ્યું કે, તેમની પાર્ટી એક છે અને એકનાથ શિંદેનો બળવો શિવસેનાનો આંતરિક મામલો છે. “હું આશા રાખું છું કે તેઓ ટૂંક સમયમાં તેમના મતભેદોને ઉકેલશે. 

પવારે આગળ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ છેલ્લા 2.5 વર્ષથી એમવીએ સરકાર પાડવાનો પ્રયાસ કરી રહી છે. 

આ પણ વાંચો: શિવસેના સામે ખેલ ના પાડે એ માટે 105 MLAને અમદાવાદ લાવવાની તૈયારી

Your email address will not be published.