શિલ્પા શેટ્ટીએ એરપોર્ટ પર ફોટા પાડતા પાપારાઝીને આપ્યો મજેદાર જવાબ, તો ફેન્સે પુછ્યું,રાજ કુન્દ્રા ક્યાં છે?

| Updated: November 12, 2021 1:33 pm

અભિનેત્રી શિલ્પા શેટ્ટી હિમાચલ પ્રદેશથી પરત ફરી ત્યારે એરપોર્ટ પર જોવા મળી હતી, જોકે તેની સાથે કોઇ ન હતું. એરપોર્ટ પર શિલ્પા શેટ્ટીને કેમેરામાં કેદ કરવા પાપારાઝી દોડી આવ્યા હતા. જેથી શિલ્પાએ તમામને ફોટા પાડવા માટે પોઝ આપ્યો હતો.

શિલ્પાએ કાળા પેન્ટ સાથે હાફ ક્રોપ સ્વેટશર્ટ પહેર્યો હતો. શિલ્પાએ ફોટો પાડી રહેલા લોકોને ‘લે લે ભાઈ’ તેમ કહ્યું હતું.

ચાહકોને પણ શિલ્પાના આ સાહજિક વલણથી મજા આવી હતી અને તેની ‘લે લે ભાઈ’ કોમેન્ટ પર હસવાવાળા ઇમોજી મુક્યા હતા. જોકે તેમાંથી કેટલાક ફેન્સે શિલ્પા શેટ્ટીને તેના પતિ રાજ કુન્દ્રા ક્યાં છે તેવું પણ પુછ્યું હતું.એક નેટિઝને લખ્યું કે, પતિ ક્યાં છે? તેને પેક કરવાનું ભુલી ગઇ કે હિમાચલમાં છોડી દીધો કે શું?

પોર્ન ફિલ્મના વિવાદ બાદ તાજેતરમાં રાજ કુન્દ્રા પહેલીવાર શિલ્પા શેટ્ટી સાથે જાહેરમાં જોવા મળ્યા હતા. હિમાચલ પ્રદેશની તેમની મુલાકાતના ફોટા ઓનલાઇન શેર કરવામાં આવ્યા હતા અને ઘણા ફેન્સે આ ફોટા શેર કર્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી છેલ્લે પરેશ રાવલ, મીઝાન સાથે ફિલ્મ ‘હંગામા 2’માં જોવા મળી હતી,જેનું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું હતું.

Your email address will not be published. Required fields are marked *