ખરાબ હવામાનના કારણે વહાણની જળ સમાધી, ખલાસીઓનો બચાવ

| Updated: January 5, 2022 4:11 pm

દેવભુમિ દ્રારકા ખાતે આવેલા ખંભાળીયાના વેપારીનું વહાણ ઇરાન નજીકના દરિયામાં ખરાબ હવામાનના કારણે જળમગ્ન થઇ ગયું હતું, જો કે સદનસીબે 11 જેટલા ખલાસીઓને આબાદ બચાવ થવા પામ્યો હતો.

વિગતો એવી છે કે ખંભાળિયામાં રહેતા મુસ્લિમ અગ્રણી અને વહાણવટી પરિવાર સાથે સંકળાયેલા અબુભાઈ કાસમભાઈ ભોકલનું ફેઝે તાજુદ્દીન બાબા- 2 નામનું આશરે 1200 ટનની કેપેસીટી ધરાવતું વહાણ ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ સલાયાથી કંડલા અને ત્યાર બાદ મુન્દ્રા બંદરથી ચોખા અને ખાંડ ભરીને સોમાલિયા જવા માટે નીકળ્યું હતું.

આ વહાણ મંગળવારે સવારના સમયે સોમાલિયા પહોંચે તે પહેલા ઈરાન નજીકના દરિયામાં વાતાવરણમાં પલટો આવતા ખરાબ વાતાવરણ સામે ટકી શક્યું ન હતું અને થોડી જ વારમાં આખું વહાણ પાણીમાં સમાઇ ગયું હતું. આ વહાણમાં 11 જેટલા ખલાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ વહાણ અકસ્માતમાં ખલાસીઓનો આબાદ બચાવ થયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અહેવાલ – રિશી રૂપારેલિયા

Your email address will not be published.