Rajkot માં 1,11,111 રુદ્રાક્ષના પારાથી બન્યું 29 ફૂટ ઊંચુ અનોખુ શિવાલય

| Updated: July 30, 2022 10:47 am

Rajkot માં અનોખુ શિવાલય બન્યું છે. અહીં ગુજરાતનું સૌથી ઊંચું શિવલિંગ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે જેની ઊંચાઈ 29 ફૂટ અને પહોળાઈ 12 ફૂટ છે. આ વિશાળકાય શિવલિંગ રાજકોટ શહેરની સંજયભાઈ રાજ્યગુરુ કોલેજ ખાતે બનાવવામાં આવ્યું છે.

આ શિવલિંગ પર એક લાખ અગિયાર હજાર અને એક સો અગિયાર રુદ્રાક્ષના પારા રાખવામાં આવ્યા છે. લોકો આ શિવલિંગ પર જઈને જળાભિષેક કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે. શિવજીની સામે રહેલા નંદીની ઊંચાઈ 6 ફૂટ ની છે. તેમજ નંદી આગળ રહેતો કાચબો ત્રણ ફૂટ મોટો છે. 

મંદિરની આસપાસ બે વિશાળ તળાવો પણ બનાવવામાં આવ્યા છે. તેમજ આસપામાં મન મોહક પ્રાકૃતિક પણ છે. આ ભવ્ય મંદિર રાજકોટથી 12 કિલોમીટર દૂર આવેલું છે. શ્રાવણ માસ નિમિત્તે અહીંયા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

AAP નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ રાજકોટની નજીક શિવધામનું નિર્માણ કરીને મહાદેવની આરાધના કરી છે. આ શિવધામમાં ગુજરાતનાં સૌથી મોટા અને એક માત્ર 29 ફૂટના રુદ્રાક્ષના શિવલિંગ અને બાર જ્યોતિર્લિંગની સ્થાપના પણ કરી છે. આ ત્રણ દિવસમાં શિવધામમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રાવણ માસના પહેલા સોમવારે પ્રાણપ્રતિષ્ઠા, મહાઆરતી, સાંસકૃતિક કાર્યક્ર્મ મહાપ્રસાદ, અને લોકડાયરો જેવા કાર્યક્રમો યોજાશે.

આ પણ વાંચો: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ; સોમનાથમાં સુરક્ષા વ્યવસ્થાથી માંડીને દર્શનના સમયની વિગતો જાણો

Your email address will not be published.