દુકાનદારના પુત્રને માઈક્રોસોફ્ટ તરફથી રૂ. 50 લાખ રૂપિયાની જંગી જોબ ઓફર

| Updated: August 3, 2022 3:02 pm

હરિયાણાના અંબાલા કેન્ટોનમેન્ટના બીટેક સ્ટુડન્ટ મધુર રાખેજાએ Microsoft તરફથી રૂ. 50 લાખની આકર્ષક નોકરીની ઓફર મેળવીને તેના માતા-પિતાને ગૌરવ અપાવ્યું છે. એક દુકાનદાર પિતા અને ગૃહિણી માતાના પુત્રએ પણ આ નોકરીની ઓફર મળતા પહેલા એમેઝોન, કોગ્નિઝન્ટ અને ઓપ્ટમની ઓફરને ઠુકરાવી દીધી હતી.

મધુર રાખેજાએ UPES સ્કૂલ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાંથી ઓઈલ અને ગેસ ઈન્ફોર્મેટિક્સમાં વિશેષતા સાથે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં બીટેક પૂર્ણ કર્યું. યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ દેહરાદૂનની UPES યુનિવર્સિટીથી કર્યું છે. મધુરે કહ્યું કે, તેને હંમેશા ટેક્નોલોજી અને વિશ્વભરના લાખો જીવનને પરિવર્તન અને પ્રભાવિત કરવાની તેની સંભવિતતામાં રસ રહ્યો છે જેથી તેણે આ વિષય પસંદ કર્યો હતો.

મધુરે જણાવ્યું કે, Microsoft ઉપરાંત, તેણે કેમ્પસ અને કેમ્પસની બહાર એમેઝોન, ડીઈ શો, ઓપ્ટમ, કોગ્નિઝન્ટ, ઈન્ફોસીસ અને વધુ જેવી ઘણી કંપનીઓને અરજી કરી હતી. આમાંથી, તેને Microsoft, Optum અને Cognizant તરફથી ફૂલ ટાઈમ નોકરીની ઓફર મળી હતી. જ્યારે કેમ્પસ પ્લેસમેન્ટના ભાગરૂપે Amazon તરફથી ઇન્ટર્નશીપની ઓફર મળી હતી. જો કે ઇન્ટર્નશીપમાં તેના પ્રદર્શનના આધારે એમેઝોન પર SDEની ભૂમિકા માટે ફૂલ ટાઈમ નોકરીની ઓફર પણ મળી છે.

મધુરે જણાવ્યું કે, Microsoftમાં કામના કલાકો સ્થિતિસ્થાપક હોય છે. આ ઉપરાંત તેઓ કર્મચારીઓની વિશેષ કાળજી રાખે છે. ત્યાંનું વર્ક કલ્ચર પણ અદ્ભુત છે. માઈક્રોસોફ્ટ તેના કર્મચારીઓને તેમના શોખ અને રુચિઓને અનુસરવા પ્રોત્સાહિત કરે છે. ત્યાં પગાર પણ ખૂબ સારો છે અને કંપની તેમના કર્મચારીઓને શેર પણ આપે છે. ત્યાં જિમ અને ફિટનેસ પ્રોગ્રામ્સની સુવિધા છે.ઉપરાંત ત્યાં ઓન-કેમ્પસ કેફે અને ફૂડ સુવિધાઓ પણ ઉપલ્બ્ધ થાય છે. અને માઈક્રોસોફ્ટના ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ મળે છે. 

આ પણ વાંચો: ગુજરાત જોબ એલર્ટ: આ બેંકમાં ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી, અરજી માટે આ લાયકાત જરૂરી છે

Your email address will not be published.