સિદ્ધાર્થ શુક્લા હવે નથી, પરંતુ તેની સુંદર સ્મિત આજે પણ ચાહકોના દિલમાં વસે છે. તે બિગ બોસમાં જોવા મળ્યો હતો, જ્યાં પંજાબની કેટરિના કૈફ શહનાઝ ગિલ તેના પ્રેમમાં પડી હતી. સિદ પણ શહનાઝને પસંદ કરવા લાગ્યો અને બહાર આવ્યા પછી પણ બંને મિત્રો જ રહ્યા. આંખો નીચે ડાર્ક સર્કલ થઈ ગયા. અને બ્રેકઅપ બાદ તે દિવસ-રાત તેના ઘરની પ્રદક્ષિણા કરતો હતો તેવો પણ તેને પ્રેમ શહનાઝની પહેલા કોઇ ગર્લને થયો હતો.તે બીજું કોઈ નહીં પણ અભિનેત્રી સોનિયા રાઠી છે.
જેમાં સિદ્ધાર્થ શુક્લા(Siddharth Shukla) સાથેની વેબ સિરીઝ બ્રોકન બટ બ્યુટીફુલ 3માં તે તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં હતી, જેને તે પાગલપણે પ્રેમ કરતો હતો. આ શોમાં સિદ્ધાર્થનો રોલ જોઈને તમે કહેશો, ‘પ્યાર કરને વાલા હો તો ઐસા’.
સોનિયા રાઠી સાથેની તેમની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. એકતા કપૂરની આ સિરીઝમાં શોમાં સોનિયા ‘રૂમી’ના રોલમાં હતી અને સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)’અગસ્ત્ય’ના રોલમાં હતો. સોનિયા રાઠી હરિયાણાના હિસારની છે. સોનિયાએ પોતાના કરિયરની શરૂઆત ડાન્સિંગથી કરી હતી અને સોનિયાએ પ્રોડક્શન ડિઝાઇન તરીકે પણ કામ કર્યું છે.
તેણે સિદ્ધાર્થ શુક્લાની(Siddharth Shukla) સામે બ્રોકન બટ બ્યુટીફુલ 3 માં અભિનયની શરૂઆત કરી હતી. સોનિયા રાઠી અંકુર રાઠીની બહેન છે. અંકુર ‘ફોર મોર શોટ્સ’, ‘મોમ: મિશન ઓવર માર્સ’ જેવી વેબ સિરીઝમાં જોવા મળ્યો છે.
એક્ટિંગમાં કરિયર બનાવતા પહેલા સોનિયા અમેરિકામાં રહેતી હતી. જ્યાં તેણે ડાન્સ શીખ્યો. સોનિયા રાઠીની એક યુટ્યુબ ચેનલ પણ છે, જ્યાં તે ડાન્સ વીડિયો શેર કરે છે. તે મોટે ભાગે 90ના દાયકાના ગીતો પર ડાન્સ કરે છે, લોકો તેની ડાન્સિંગ સ્ટાઇલને પસંદ કરે છે.