Signal ના ફાઉન્ડરે રાજીનામું આપ્યું, સિગ્નલ હવે વોટ્સએપના સહ-સ્થાપકના હાથમાં

| Updated: January 11, 2022 2:34 pm

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ સિગ્નલના સ્થાપક અને સીઇઓ મોક્સી માર્લિન્સપાઇકે રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે.અને આ રાજીનામા બાદ, WhatsAppના સહ-સ્થાપક બ્રાયન એક્ટન ને વચગાળાના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.અને સાથે જ મોક્સીએ પોતાના બ્લોગ અને ટ્વીટ દ્વારા રાજીનામાની જાહેરાત કરવામાં આવી છે.

તેમને પોતાના ટિવીટમાં લખ્યું છે કે આ નવું વર્ષ છે અને સિગ્નલના CEO તરીકે મારી જાતને બદલવાનો આ સારો સમય છે,” તેની સાથે તેમણે ઉમેર્યું કે બ્રાયન એક્ટનને વચગાળાના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ માહિતી તેમણે પોતાના બ્લોગ અને ટ્વીટ દ્વારા રાજીનામાની જાહેરાત કરી છે.

એક્ટને 2009માં WhatsApp લોન્ચ કરવામાં આવ્યું હતુ, અને તેની સાથે જ હાલ તે સિગ્નલની હરીફ એપ જોવા મળે છે.વર્ષ 2014 માં, મેટાએ WhatsAppને ખરીદ્યું હતું અને તેની સાથે બ્રાયન એક્ટને 2017માં વોટ્સએપ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.

વર્ષ 2018 માં, એક્ટને Moxie સાથે બિન-લાભકારી સંસ્થા તરીકે સિગ્નલ એપ શરૂ કરવામાં આવી હતી.અને આ એક્ટને તે દરમિયાન સિગ્નલમાં $50 મિલિયન અથવા લગભગ 370 કરોડનું ફંડિંગ આપવામાં આવ્યું હતું.

સિગ્નલએ WhatsApp જેવી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ પણ છે જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે.આ એપનો ઉપયોગ તમે Windows, iOS, Mac અને Android ઉપકરણો પર કરી શકો છો.સિગ્નલ મેસેન્જર એલએલસીની માલિકીની છે અને તેની સાથે તે એક બિન-લાભકારી કંપની છે.

.

Your email address will not be published.