અમદાવાદમાં ઈક્કો ગાડીના સાઈલેન્સરના કચરામાંથી કંચન, તસ્કરોને 11 હજારની કમાણી

| Updated: April 7, 2022 8:48 am

  • સાઈલેન્સરની ડસ્ટમાંથી પ્લેટિનમ, રેડિયમ, પેલેડિયમનો જથ્થો મળે છે
  • સાઈલેન્સરનો કચરો ભરુચ મહેસાણીથી લઈ દિલ્હી, મુંબઈ સુધી મોકલાય છે

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઇકો ગાડીના સાઇલેન્સરની મોટા પાયે ચોરી થઇ રહી છે. આ ચોરીમાં ચોરને કેટલો ફાયદો થાય છે તે જાણે અમદાવાદ શહેર પોલીસ પણ જાણતી ન હોવાની વાત છે. તેવામાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં જ અત્યાર સુધીમાં પાંચ જેટલા સાઇલેન્સરની ચોરી થઇ છે.

જોકે શહેરમાં અત્યાર સુધીમાં અનેક સાઇલેન્સર ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ઇકો ગાડીના સાઇલેન્સરની કિંમત 80 હજાર હોય છે પરંતુ તેમાં રહેલી માટીની કિંમત 75 હજાર હોવાનું અનુમાન છે. આ માટી માટે સાઇલેન્સરની ચોરી થતી હોવાનું મનાય છે. સાઇલેન્સની ડસ્ટમાંથી પ્લેટિનમ, રેડિયમ, પેલેડિયમનો મબલખ ધંધો તસ્કરો કરે છે. આમ સાઇલેન્સરના કચરામાંથી કંચનની કમાણી કરી રહ્યા છે. જોકે તસ્કરોને એક કિલોના કચરામાં 11 હજારની કમાણી કરી રહ્યા છે.

પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં વિશાલ પ્રજાપતિ રહે છે અને કરિયાણાની દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓ પોતાના ઉપયોગ માટે સફેદ કલરની ઇકો કાર ધરાવે છે.

ગત 18 માર્ચના રોજ સોસાયટીમાં બ્લોકનું કામ ચાલતું હતું ત્યારે પોતાની ઇકો, તેમના કાકા પુખરાજભાઇની ઇકો, ભરત પ્રજાપતિની ઇકો સોસાયટી બહાર પાર્ક કરી હતી. આમ પાર્ક કરેલી કારના સાઇલેન્સરની ચોરી થઇ ગઇ હતી. આમ 56 હજારની કિંમતના 3 સાઇલેન્સરની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા.

જોકે અગાઉ પણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં 2 ઇકો કારના સાઇલેન્સરની ચોરી થઇ હતી. આમ શહેરના અનેક પોલીસ સ્ટેશનોમાં આવી ઇકો કારના સાઇલેન્સરની ચોરીની ફરિયાદો નોધાઇ છે. જોકે આ ટોળકીને પકડવામાં હજુ સુધી પોલીસને સફળતા મળી નથી.

આ પાઉડરથી અવાજ અને પોલ્યુંશન ઓછુ થાય છે

ભારતમાં દરેક વ્હિકલમાં એમીશનના સ્ટાન્ડર્ડ જાળવવા એકઝોસ્ટ સિસ્ટમમાં કન્વર્ટર હોય છે. આ સિસ્ટર વાહનમાંથી આવતા અવાજને ઓછો અને પોલ્યુંશનને ફિલ્ટર કરે છે. આ પ્રોસેસરને રેડોક્સ રિએક્શન કહે છે. આ પ્રોસેસ માટે એક્ઝોસ્ટ પાઇપની સપાટી પર આ તત્વોનું કોટીંગ આવે છે તે ત્રણેને પ્લેટિનમ ગ્રુપ મેટલ કહે છે. જોકે નવા વાહમાં આ પ્રમાણ વધારે હોય છે.

ક્યાથી ક્યા પાઉડર વેચાણ થતો, સ્પેશિયલ ગેંગ

આ ટોળકી પહેલા સાઇલેન્સર ચોરી કરી છે બાદમાં તેમાંથી પાઉડર કાઢે છે અને તે પાઉડર પહેલા ભરુચ વિસ્તારમાં વેચાણ થાય છે ત્યારેથી આ પાઉડર મહેસાણા ખાતે વેચાણ થાય છે અને ત્યાથી દિલ્હી -મુંબઇની ગેંગ પાઉડર ખરીદી કરતી હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ. આ ચોરી કરવાથી લઇ વેચાણ કરવા સુધીની અલગ અલગ સ્પેશિયલ ગેંગ છે. જોકે તેના સુધી પોલીસ પહોચી શકતી નથી.

કેમ ઇકો કારનું સાઇલેન્સ, પ્લેટિનમ જથ્થો મળે

ઇકો કારમાંથી તેનુ સાઇલેન્સર ચોરી કરવું સરળ રહે છે. ચોર તે સામાન્ય રીતે જલદી કાઢી શકે છે. તેના સાઇલેન્સરમાં પ્લેટિનમ ગ્રુપનો પાઉડર વધુ પ્રમાણમાં મળતો હોવાથી સૌથી વધુ ઇકો ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે સસ્તી ગાડી હોવાથી કાર માલિકને તેનો અંદાજો આવતો નથી. જોકે તેમાં પોલીસ ફરિયાદ લેવાનું પણ ટાળે છે.

પ્લેટિનમ ગ્રુપની ત્રણે ધાતું દાગીનામાં વપરાય

ઇકોના સાઇલેન્સરમાંથી નિકળેલા પાઉડરની પ્રોસસ કરવાથી તેમાંથી સોના કરતા પણ મોંઘુ મનાતુ પ્લેટીનમ તથા રેડિયમ દાગીના માટે ઉપયોગમાં લેવાય છે તે ધાતુ મળે છે. પ્લેટિનમ ગ્રુપની ત્રણે ધાતુ દાગીના માટે વપરાય છે. પેલેડિયમ પણ તેમાંથી મળી આવે છે.

ઇકો ગાડીમાંથી 900 ગ્રામ જેટલો ત્રણ ધાતુનો પાઉડર મળે

ઇકો જેવી સામાન્ય બજેટની ગાડીના સાઇલેન્સમાં સૌથી વધુ એટલે કે 900 ગ્રામ જેટલો આ ત્રણે ધાતુનો પાઉડર મળી આવે છે. જેના કારણે તસ્કરોને સામાન્ય ચોરીમાં 10થી 11 હજારનો ફાયદો થાય છે અને આ ચોરી કરી ભાગવામાં પણ તસ્કરોને મુશ્કેલી પડતી નથી.

રાજ્યમાં સાઇલેન્સર ચોરી કરતી અનેગ ગેગો સર્કિય

અમદાવાદ અને આસપાસના જિલ્લા તો ઠીક પરંતુ સમગ્ર રાજ્યમાં આવી અનેક ગેંગો ફક્તને ફક્ત ઇકો ગાડીનું સાઇલેન્સર ચોરી કરવા માટે સક્રિય બની છે. આવી અનેક ગેંગો હોવાનું પોલીસ માની રહી છે.

કાર માલિકોને આ પાઉડર માટે ગેરેજવાળા પણ બેવકુંફ બનાવે

ઇકો કારના માલિકો જ્યારે કારને ગેરેજમાં લઇ જાય છે ત્યારે કારના માલિકોને અમુક ગેરેજના કારીગરો બેવકુંફ બનાવે છે. કાર માલિકની હાજરીમાં જ તેને કહે છે કે, કારના સાઇલેન્સરમાં કચરો ભરાયો છે તો બહાર કાઢીને સાફ કરવું પડશે. તેમ કહીને સાઇલેન્સરમાં રહેલો પાઉડર કાઢી લે છે અને તેઓ પણ આ પાઉડર ઉંચી કિંમતે વેચાણ કરી તેમાંથી પણ નફો રળી લે છે.

પાઉડરના 1કિલોના 10 હજાર

આધાર ભુત સુત્રોના જણાવ્યા અનુસાર અમુક કારના ગેરેજના સંચાલકો કે કારીગરો પાસે ચોકક્સ તત્વો આવે છે અને તેઓ ઇકો ગાડીના સાઇલેન્સરમાં રહેલા પાઉડરના 1 કિલોના 10 હજાર સુધી આપતા હોવા છે. ગેરેજના કારીગરો આ સાઇડ કમાણી કરી લેતા હોય છે. આમ ગેરેજના કારીગરો પણ સામેલ હોવાથી આ ચોરી જલદી પકડમાં આવતી નથી.

80 હજારની સાઇલેન્સર, 75 હજારની માટી હોય છે

ઇકો કારનું સાઇલેન્સરની કિંમત આમ તો 80 હજારની છે. જોકે તેના લોખંડની કિંમત સસ્તી છે અને સાઇલેન્સરમાં રહેલા 3 ધાતુના પાઉડરની કિંમત જ 75 હજાર છે જેથી આ કારના સાઇલેન્સરની ચોરી સૌધી વધુ થતી હોવાનું મનાય છે.

Your email address will not be published.