ગાયક કેકેનું 53 વર્ષની વયે થયું નિધન; બોલિવૂડ, પ્રધાનમંત્રી મોદીએ નિધન પર શોક વ્યક્ત કર્યો

| Updated: June 1, 2022 8:46 am

બોલિવૂડ સિંગર કેકેનું કોલકાતામાં લાઈવ પરફોર્મન્સ બાદ મંગળવારના રોજ નિધન થયું હતું. 53 વર્ષીય સિંગર નઝરુલ મંચ પર પરફોર્મ કરી રહ્યા હતા અને તેમના પરફોર્મન્સ પછી તેઓ તેમના હોટલના રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની તબિયત લથડી હતી, જેથી તેમને દક્ષિણ કોલકાતાની સીએમઆરઆઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરયા હતા.

દિલ્હીમાં જન્મેલા અને કેકે તરીકે જાણીતા, ગાયક-સંગીતકારનું આખું નામ કૃષ્ણકુમાર કુન્નાથ હતું. તેમણે વર્ષ 1999માં તેનું પહેલું આલ્બમ ‘પલ’ રજૂ કર્યું હતું. કેકેના પરિવારમાં તેની પત્ની જ્યોતિ, પુત્ર નકુલ અને પુત્રી તમેરા છે.

આ સમાચાર આવતાની સાથે જ બોલિવુડે કેકેના અકાળ નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વિવિધ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર શોક સાથે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું:

અક્ષય કુમાર, જેમના માટે કેકેએ સંખ્યાબંધ પ્લેબેક ગીતો આપ્યા છે, તેમણે ટ્વિટર પર કહ્યું કે, “કેકેના દુઃખદ અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખી અને આઘાત લાગ્યો…ઓમ શાંતિ.”

અક્ષય કુમારનું ટ્વીટ

વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમના ફોટોની સાથે લખ્યું કે, “તમારો જાદુઈ અવાજ હંમેશ માટે જીવંત રહેશે. તમારા સદાબહાર ગીતો માટે આભાર.”

સંગીતકાર વિશાલ દદલાની, જેમણે કેકે સાથે ઘણા ગીતો પર કામ કર્યું હતું, તેમણે ટ્વિટર પર કહ્યું કે, “આંસુ રોકાશે નહીં. તે શું વ્યક્તિ હતો. શું અવાજ, શું હૃદય અને શું માનવી હતો. #KK કાયમ છે!!!.”

વિશાલ દદલાનીનું ટ્વીટ

એક કોન્સર્ટમાંથી કેકેનો ફોટો શેર કરતા, હર્ષદીપ કૌરે ટ્વીટ કર્યું, “માત્ર વિશ્વાસ નથી કરી શકતી કે આપણાં પ્રિય #KK હવે નથી રહ્યા. આ ખરેખર સાચું ન હોઈ શકે. પ્રેમસભાર અવાજ ગયો. આ હૃદયદ્રાવક છે.”

હરશદીપ કૌરનું ટ્વીટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. “કેકે તરીકે જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અકાળે અવસાનથી દુઃખી છું. તેમના ગીતો લાગણીઓની વિશાળ શ્રેણીને પ્રતિબિંબિત કરે છે, કારણ કે તે તમામ વય જૂથોના લોકો સાથે તાલ મેળવે છે. અમે તેમને તેમના ગીતો દ્વારા હંમેશા યાદ રાખીશું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ,” પ્રધાનમંત્રીએ ટ્વિટ કરતાં કહ્યું હતું.

પ્રધાનમંત્રી મોદીનું ટ્વીટ

બોલિવૂડ ઉદ્યોગમાં પ્રવેશતા પહેલા, કેકેએ 3500થી વધુ જિંગલ્સને અવાજ આપ્યો હતો અને અહેવાલ મુજબ, કેકેએ ક્યારેય સંગીતની કોઈ ઔપચારિક તાલીમ લીધી ન્હોતી. જો કે, કેકે બોલિવૂડને સંખ્યાબંધ હિટ ગીતો આપ્યા, અહીં તેમના દ્વારા અમારા ટોચના 10 બોલિવૂડ ગીતો છે:

  • તડપ તડપ કે: હમ દિલ ચૂકે સનમ (1999)
  • ક્યા મુઝે પ્યાર હૈ: વોહ લમ્હે (2006)
  • આંખો મેં તેરી: ઓમ શાંતિ ઓમ (2007)
  • ખુદા જાને: બચના એ હસીનો (2008)
  • સજદે: ખટ્ટા મીઠા (2010)
  • જિંદગી દો પલ કી: કાઈટ્સ (2010)
  • પિયા આયે ના: આશિકી 2 (2013)
  • ઇન્ડિયા વાલે: હેપ્પી ન્યુ યર (2014)
  • તુને મારી એન્ટ્રીયાં: ગુન્ડે (2014)
  • તુ જો મિલા: બજરંગી ભાઈજાન (2015)

Your email address will not be published.