શુક્રવારે રાત્રે કુલ્લુ અને મનાલીની મુલાકાત વખતે રોહનપ્રીત મંડીની હોટલમાં મિત્રો સાથે રોકાયો હતો. આજે સવારે રૂમમાંથી હીરાની વીંટી, એપલ આઈફોન, આઇપેડની ચોરી થઈ હતી.
બોલિવૂડ સિંગર નેહા કક્કડના પતિ રોહનપ્રીતનો આઈફોન, એપલ વોચ અને હીરાની વીંટી હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની એક હોટલમાંથી ચોરાઈ હતી. આ કેસમાં હવે પોલીસે હોટલમાં જ કામ કરતા બે લોકોની ધરપકડ કરી છે. જો કે હજુ સુધી સામાન રિકવર થયો નથી. આરોપીઓની ઓળખ ફૂલચંદ અને દીપક તરીકે કરવામાં આવી છે અને બંને પરપ્રાંતિય છે અને હોટલનું નાનું કામ કરે છે.
મળતી માહિતી મુજબ, મંડી પોલીસે રવિવારે પૂછપરછ બાદ બંનેની અટકાયત કરી હતી. બંનેની પોલીસે સોમવારે ધરપકડ કરી છે.મંડીના એસપી શાલિની અગ્નિહોત્રીએ ધરપકડની પુષ્ટિ કરી છે.
હકીકતમાં, શુક્રવારે રાત્રે, રોહનપ્રીત
કુલ્લુ અને મનાલીની મુલાકાત દરમિયાન મંડીની હોટલમાં મિત્રો સાથે રોકાયો હતો.તે દરમિયાન ચોરીની ધટના બની હતી અને ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો અને કાર્યવાહી શરૂ કરી હતી ત્યાર બાદ આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
આગળ પણ પોલીસ તપાસ કરી રહી છે હાઈ પ્રોફાઈલ હોવાના કારણે
પોલીસ તપાસ હજુ વધારે કરી રહી છે આગામી દિવસોમાં હજુ પણ કોઇની ધરપકડ થઇ શકે છે.