વડોદરા યુવતી આત્મહત્યા કેસમાં આરોપીઓ પોલીસ પકડથી દુર: SIT ની રચના કરાઈ

| Updated: November 24, 2021 8:27 am

વલસાડમાં ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાં 3 નવેમ્બરના રોજ વડોદરાની 19 વર્ષીય વિદ્યાર્થીનીએ કથિત રીતે આત્મહત્યા કરી હતી જેના ત્રણ અઠવાડિયા પછી, બંને આરોપીઓને પકડવા કે જેનો યુવતીએ તેની અંગત ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો તે માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે..

વડોદરા પોલીસે તે NGOના “શંકાસ્પદ વર્તન”ની પણ તપાસ શરૂ કરી છે જેની સાથે યુવતી સંકળાયેલી હતી.

વડોદરામાં 29 ઓક્ટોબરની રાત્રે પીડિતા પર કથિત રીતે જાતીય શોષણ કરવાના આરોપમાં બે અજાણ્યા શખ્સોને પકડવા માટે મુખ્યત્વે રેલવે પોલીસના અધિકારીઓનો સમાવેશ કરતી છ સભ્યોની SITની રચના કરવામાં આવી છે.

SITનું નેતૃત્વ રાજ્ય ગુના તપાસ વિભાગ (CID)ના મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી કરે છે અને તેમાં બે સુપરવાઇઝિંગ અધિકારીઓનો સમાવેશ થાય છે – વડોદરા રેલ્વે પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ અને વડોદરાના ડેપ્યુટી પોલીસ કમિશનર, ક્રાઇમ, જયદીપસિંહ જાડેજા. SITમાં વડોદરા રેલવેના તપાસ અધિકારી ડેપ્યુટી એસપી બી.એસ જાદવ તેમજ વડોદરાના રેલવે પોલીસ ઈન્સ્પેક્ટર એસ.બી. જાડેજા, સુરત રેલવે પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એમ ચૌધરી અને વલસાડ રેલવે પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.બી વ્યાસનો પણ સમાવેશ થાય છે.

વડોદરા શહેરના પોલીસ કમિશનર, શમશેર સિહે જણાવ્યું હતું કે પોલીસ પીડિતા જે NGO સાથે સંકળાયેલી હતી તેના ઓળખપત્રોની પણ તપાસ કરી રહી છે કારણ કે તેમનું વર્તન “શંકાસ્પદ” હતું.

સિહે કહ્યું, “ હજી સુધી NGOના અગાઉના કોઈ ગુનાહિત રેકોર્ડ સામે આવ્યા નથી પરંતુ વિગતો અને આક્ષેપો સામે આવ્યા છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. આ ખાસ કિસ્સામાં, ગેંગરેપ વિશે જાણનાર NGOના ત્રણ વ્યક્તિઓના વર્તન પર સવાલો ઉઠી રહ્યા છે. તેઓએ પોલીસને ગુનાની જાણ કરી ન હતી.”

સિંહે ઉમેર્યું હતું કે યુવતીએ આત્મહત્યા કર્યાના લગભગ એક કલાક પહેલા જ ટ્રેનમાંથી NGOના બે સભ્યોને મોકલવામાં આવેલા છેલ્લા ટેક્સ્ટ સંદેશાઓ પણ નોંધાયા નથી.

“જોકે અમારી તપાસ સૂચવે છે કે તેને ટ્રેનમાં અપહરણ અને તેના જીવને ખતરો હોવાનો સંદેશો સાચો ન હતો, પરંતુ બે વ્યક્તિઓએ આવા સંદેશ વિશે પોલીસને જાણ પણ કરી ન હતી,” તેણે કહ્યું.

Your email address will not be published. Required fields are marked *