પેટ્રોલપંપના માલિકનું અપહરણ કરનાર છ આરોપીને ક્રાઈમ બ્રાચે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા

| Updated: June 9, 2022 6:37 pm

અમદાવાદમાં જમીન લેતીદેતી મામલે પેટ્રોલપંપના માલિકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ક્રાઈમ બ્રાચે ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા પેટ્રોલપંપના માલિને ડરાવવા માટે હવામાં ફાયરિંગ પણ કરી હતી. છ આરોપીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાચે ફાયરિંગ અને અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક અતુલ પટેલ કોઈ કામ અર્થે 8 જૂનના રોજ સવારે કારમાં નીકળ્યા હતા. તે વેળા કેટલાક અજાણ્યા ઈસમો તેમનો પીછો કરી રહ્યા હતા. માણસાથી વિસનગર રોડ પાસે બિલોદરા ઉમિયાનગર સીમ નજીક એક ખેતરની ઓરડીમાં અતુલ પટેલને અપહરણ કરી લઈ ગયા.

જ્યારે આ અંગે ચાંદખેડા પોલીસને જાણ થતાં જ અલગ અલગ ટીમો અપહ્યતમેં છોડાવવા ટીમો રવાના કરી. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ અપહરણ કર્તાઓ અંગે માહિતી મળતા જ ઘટના સ્થળેથી આરોપી પિતા પુત્ર મહેન્દ્રસિંહ ગોલ અને ફૂલદીપસિંહ ગોળ સહિત મોહમદ તોફિકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. જોકે જગ્યા પરથી પોલિસે 3 મોબાઈલ ફોન, હથિયારના ફૂટેલા કારતુસ અને અપહરણ માટે વપરાયેલ કાર કબ્જે કરી હતી.

પોલીસને પ્રાથમિક તબક્કે 3 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ અપહરણ કરવા પાછળ ખંડણી માંગવાનું હતું. એટલું જ નહિ પકડાયેલ આરોપીઓની પૂછપરછ એવુ પણ સામે આવ્યું કે અપહ્યત અતુલ પટેલના ભાઈ પાસે ખંડણી માંગવા નરોડા દાસ્તાન સર્કલ પાસે આવવાના છે. જે માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છટકું ગોઠવી રૂપિયા આપવાના બહાને આરોપી રાહુલ મોદી, મોહસીન ફકીર, મોહંમદ અબ્રાર અન્સારીને ઝડપી લીધા. આરોપીઓ પાસેથી એક પિસ્ટલ, એકટીવા અને હથિયાર માટેના 4 જીવતા કારતુસ સહિત 5.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપીઓએ અતુલ પટેલની ડરાવવા માટે જમીન ઉપર ફાયરિંગ પણ કર્યું અને તેના ભાઇને ફોન કરી 70 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જોકે આ ખંડણી માંગવા પહેલા આરોપીઓ 8 મહિના પહેલાં જ તૈયારી કરી હતી જેમાંથી જયદીપસિંહ ગોલએ હથિયાર લઇ આવ્યો હતો અને પિતા- પુત્ર સાથે ખંડણી માંગવાનું કાવતરું પણ રચ્યું હતું. આરોપીની પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે અતુલ પટેલે મહેન્દ્ર પાસેથી 2017 ના વર્ષમાં જમીન ખરીદી હતી પરંતુ આ નાણાં ની લેવડદેવડ અંગે તકરાર ચાલતી હતી.

આ તકરાર જમીન ભાવ વધતા વધુ રૂપિયાની વસુલાત કરવાના ઈરાદે ખંડણી અને અપહરણ થયું હોવાનું સામે આવ્યું. અપહરણ કરવા જયદીપ સિંહ ગોલે રાહુલમોદીનો સંપર્ક કરી 10 લાખ લેવાનું નક્કી થયું હતું. જ્યારે રાહુલ મોદી એ 50 હજાર માં સહઆરોપીઓને તૈયાર કરેલા. જોકે આ કેસમાં અન્ય ફરાર બે આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

તમને જણાવી દઈએ કે, આરોપીઓએ 70 લાખની ખંડણી માંગી હતી જેથી અતુલભાઇની પત્ની ડરી ગયા હતા અને તેમણે તેમના સંબંધીઓ અને પરિવારના સભ્યોને જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસ કન્ટ્રોલ રુમને કરવામાં આવી હતી. અપહરણ હોવાના કારણે પોલીસ એલર્ટ થઇ ગઇ હતી અને એક્શનમાં આવી ગઇ હતી. પોલીસે લોકેશન કઢાવી આરોપીઓને ટ્રેક કરી પકડી પાડ્યા હતા. અતુલભાઇને અપહરણકર્તાના ચુગલમાંથી મુક્ત કરાવ્યા હતા. જમીનની લેતી દેતીના પૈસા બાબેત ઝઘડો થયો હતો. જો કે, મોડી સાંજ સુધી આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોધાઇ ન હતી.

Your email address will not be published.