ગુજરાત: આગામી બે દિવસમાં રાજ્યના છ જિલ્લાઓમાં હીટવેવની સંભાવના

| Updated: April 14, 2022 10:05 am

ગુજરાતમાં લગભગ ત્રણ દિવસ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યા બાદ, ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે આગામી બે દિવસ સુધી રાજ્યના ઓછામાં ઓછા છ જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિની અપેક્ષા છે.

હવામાન વિભાગે બુધવારે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, શુક્રવાર અને શનિવારના અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરના અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના પ્રદેશોમાં અપેક્ષિત હીટવેવ સાથે, નાગરિકોને ખૂબ કાળજી લેવાની, બપોરના સમયે બહાર જવાનું ટાળવા અને પ્રવાહીનું સેવન વધારવાની સલાહ આપવામાં આવી છે.

અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 22.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. એકંદરે, 42.5 ડિગ્રી સેલ્સિયસ સાથે સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું અને કંડલા 42.4 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા ક્રમે રહ્યું હતું. તેમજ આજે એટલે કે ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

Your email address will not be published.