વડોદરા શહેર અને જિલ્લામાં પોલીસને જાણેકે પડકાર ફેંકતા હોય તેમ ઘરફોડ ચોરોએ ગત મોડી રાત્રે ડભોઇના ભાજપાના ધારાસભ્યના Bjp MLA જન સંપર્ક કાર્યાલયના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. આ બનાવની જાણ થતાં દોડી ગયેલા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, તસ્કરોએ માઝા મુકી છે છતાં પોલીસ હજી આળસ ખંખેરતી નથી તેની રજૂઆત રાજ્યના ગૃહમંત્રીને કરવામાં આવશે.
વિગતો એવી છે કે ડભોઇના ભાજપાના Bjp MLA ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ની ડભોઇના મુખ્ય માર્ગ ઉપર ક્રિષ્ણા સિનેમા સામે આયુષ સોસાયટીમાં આવેલા જન સંપર્ક કાર્યલાય સહિત ડભોઇના બે અન્ય મકાનોને નિશાન બનાવ્યા હતા. ધારાસભ્યના કાર્યાલયમાં ઘૂસી ગયેલા તસ્કરોએ કાર્યાલય સ્થિત તિજોરી, ઓફિસ ટેબલના તાળાં તોડી તપાસ કરી હતી. પરંતુ, કંઇ મળી ન આવતા તસ્કરોએ તિજોરી અને ઓફિસ ટેબલમાં પડેલ કાગળો- સાહિત્ય વેરણ-છેરણ કરી ખાલી હાથે ફરાર થઇ ગયા હતા. આ પછી તસ્કરોએ આ વિસ્તારના અન્ય બે મકાનોને પણ નિશાન બનાવ્યા હતા.
આ પણ વાંચો – હિમાચલથી ચરસ લાવી કોલેજના મિત્રોને વેચતો MBAનો વિદ્યાર્થી ઝડપાયો
ચોરીની જાણ થતા શૈલેષ મહેતા (સોટ્ટા) તુરતજ ડભોઇ દોડી ગયા હતા તેજ રીતે પોલીસ પણ બનાવની જાણ થતાં સ્થળ પર દોડી ગઇ હતી અને રાબેતા મુજબ તસ્કરોનું પગેરું મેળવવા માટે આસપાસમાં લાગેલા સીસીટીવીની ચકાસણી કરી હતી પરંતુ પોલીસને ચોરો અંગેના કોઇ સગડ મળ્યા ન હતા. Bjp MLAધારાસભ્યના કાર્યાલય સહિત બે મકાનોના તાળાં તૂટતા ડભોઇ પોલીસ તંત્રના નાઇટ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉભા થયા છે.
આ બનાવ બનતા લોકોમા ચર્ચા થાયછે કે જો Bjp MLAધારાસભ્યનું કાર્યાલય પણ સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની શુ વિસાત? ડભોઇના ભાજપાના Bjp MLA ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ ભાજપા કાર્યાલયમાં થયેલા ચોરીના પ્રયાસના બનાવ અંગે જણાવ્યું હતું કે, ડભોઇ નગર અને તાલુકામાં છેલ્લા કેટલાંક સમયથી ચોરીના બનાવોમાં વધારો થયો છે. ચોરીના બનાવો અંગે ફરિયાદો આવતી હતી. આજે મારા ભાજપાના કાર્યાલયના તાળાં તૂટ્યા તે ગંભીર બાબત છે. છેલ્લા કેટલાંક સમયથી તસ્કરો ઉત્પાત મચાવી રહ્યા છે. પરંતુ, પોલીસ તંત્ર આળસ ખંખેરતુ નથી. આ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરીશ.