બોમ્બે હાઈકોર્ટમાં જજની ચેમ્બરમાંથી સાપ મળી આવતા હોબાળો

| Updated: January 21, 2022 3:40 pm

શુક્રવારે બોમ્બે હાઈકોર્ટમાં જજની ચેમ્બરમાંથી સાપ મળી આવતા હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ જજની સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 4.5 થી 5 ફૂટ લાંબો આ સાપ અહીં જોવા મળ્યો હતો, તે સમયે ન્યાયાધીશ તેમના રૂમમાં હાજર ન હતા. આ સાપ ઝેરી નહોતો. સાપ મળ્યા બાદ કોર્ટના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. આ પછી એનજીઓ સર્પમિત્રનો સંપર્ક કરવામાં આવ્યો. 

તેમના એક કર્મચારીએ સાપને પકડી લીધો. તેણે કહ્યું કે સાપ પકડાયા બાદ તેને જંગલમાં છોડી દેવામાં આવશે. આપને જણાવી દઈએ કે આવી કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા 2018માં નવી મુંબઈમાં પણ એક જજ પર સાપે હુમલો કર્યો હતો.

Your email address will not be published.