રાજકોટમાં SOGની ટીમે 8 કિલોના ગાંજા સાથે એકની ધરપકડ કરી, 4 લાખ 80 હજારનો મુદામાલ કબ્જે

| Updated: December 1, 2021 1:28 pm

રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ ખાતેથી શહેર એસઓજીની ટીમે 8 કિલો ગાંજા સાથે ભાવેશ ઉર્ફે ચકો હીરાભાઈ સુરેલાને દબોચી લઇ ગાંજાનો જથ્થો અને બોલેરો પીકઅપવાન મળી કુલ 4 લાખ 80 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર એસઓજી પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન ગઇકાલે રાત્રીના બાતમીના આધારે કોઠારીયા સોલવન્ટની શિવમ સોસાયટી શેરી નંબર 3નાં ખૂણે વોચ ગોઠવી હતી.

જ્યાં બોલેરો પીકઅપ વાન GJ-13-AW-2864માં આવેલા ભાવેશ ઉર્ફે ચકા કોળીને અટકાવી બોલેરો વાનમાંથી 8 કિલો ગાંજો મળી આવતા તેની ધરપકડ કરી હતી.

80 હજારની કિંમતનો ગાંજો 8 કિલો ગાંજો અને 4 લાખની કિંમતની બોલેરો પીકઅપવાન કબ્જે કરી પોલીસે આ શખ્સ, માદક પદાર્થ ક્યાંથી લાવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ 1.38 કિલો ગાંજાના જથ્થા સાથે શાપર-વેરાવળ પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે. તેની આગવી ઢબે પૂછપરછ કરવા કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માગણી કરાશે.

Your email address will not be published. Required fields are marked *