સોલામાં વૃદ્ધ દંપતિના હત્યા કેસમાં ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

| Updated: January 15, 2022 9:13 pm

સોલા હેબતપુરમાં માર્ચ 2021માં એક વૃદ્ધ દંપતીની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. આરોપી દંપતીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ આરોપી લૂંટ થઈ ત્યારે હાજર ન હતો પરતું તેના સાગરિતોએ તેને માહિતી આપી હતી.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના સોલા વિસ્તારમાં માર્ચ 2021ના રોજ વૃધ્ધ દંપતી અશોક પટેલ અને જ્યોત્સના પટેલની લૂંટના ઈરાદે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગ્વાલિયર ખાતેથી ઝડપી પાડ્યો છે. રવિ ઉર્ફે પંડિત શર્મા કે જે આ હત્યાના ગુનામાં સંડોવાયેલ હતો અને પોલીસને માત આપી નાસતો ફરતો હતો. સાથે જ આરોપી હત્યા પહેલા એક ધાડના પ્રયાસના ગુનામાં પણ સંડોવાયેલ હતો.

જો કે, આ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી રવિ પંડિત તમામ તૈયારી સાથે લૂંટ કરવા માટે પહોંચ્યો હતો. પરતું બિલ્ડરને જાણ થતા તેઓ ફરાર થઈ ગયા હતા. જો કે, દંપતિના કેસમાં આરોપીઓ ઝડપાતા તમામ માહિતી સામે આવી હતી. આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Your email address will not be published.