પિતાના આપઘાત બાદ પુત્રએ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી

| Updated: May 6, 2022 4:04 pm

હળવદના રણેકપર રોડ પર આવેલા સાનિધ્ય બંગલોસમાં રહેતા રવિ વિજયભાઇ ઉપાધ્યાયએ પોતાના પિતાના મૃત્યુના આઘાતમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. આ બનાવને લઈ ગ્રામજનોમાં ભારે શોકની લાગણી જોવા મળી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, હળવદના રાણેકપર રોડ ઉપર આવેલા સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા રવિભાઈ વિજયભાઈ ઉપાધ્યાય નામના યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સૂત્રોના જણાવ્યાં મુજબ મૃતક યુવાનના પિતાનું પંદરેક દિવસ પહેલા જ મૃત્યુ નીપજ્યું હોય આઘાતમાં સરી પડેલા યુવાને આ પગલું ભર્યાનું મનાઈ રહ્યું છે.

આ ઘટનાની જાણ પોલીસને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હાલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પરિવારમાં 15 દિવસમાં બે લોકોના મોત થતા પરિવાર ભારે શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Your email address will not be published.