રાજકોટમાં વેપારીએ નવા ફાર્મહાઉસમાં 109 વર્ષની માતાના પગલા કરાવવા ખાટલામાં લાવવામાં આવ્યા હતા. પરિવારની વહુઓ અને દીકરીઓએ બાને ખાટલામાં બેસાડીને આખું ફાર્મહાઉસ બતાવ્યું હતું.
રાજકોટમાં કોરોના વાયરસની ત્રીજી લહેરમાં તમામ વૃદ્ધાઆશ્રમો હાઉસફૂલ થઈ ગયા છે. ત્યારે શહેરમાં રહેતા ડેરી ફાર્મ ધરાવતા વસંતભાઈ લીંબાસીયાએ એક નવું ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. તેઓ આ ફાર્મ હાઉસમાં તેમની 109 વર્ષની માતાની અનોખી રીતે એન્ટ્રી કરાવી હતી. તેમની માતા ચાલતી ન હોવાથી પરિવારજનોએ ખાટલામાં જ ફાર્મહાઉસની તમામ જગ્યાઓ બતાવી હતી.
માતાની સાથે વેપારી દિકરાએ સ્વિમિંગ પુલના કાંઠે ગીતો ગાતા ગાતા લાડ લડાવ્યા હતા. દીકરાના ગીતો સાંભળી તેમની માતાની આંખમાં આંસુ આવી ગયા હતા. આખા પરિવારે બા ને ખાટલા પર બેસાડી ફાર્મહાઉસ દેખાડ્યું હતું.
માતા તેમના દિકરાની પ્રગતિ જોઇ જીવનની પૂર્ણતા અને આનંદ સ્પષ્ટપણે જોવા મળ્યા હતા. જે પરિવારમાં વડીલોની હાજરી ભારરૂપ નહીં પરંતુ આશીર્વાદરૂપ માનવામાં આવતી હોય એ પરિવાર પર પરમાત્માની પ્રસન્નતા સુખ, શાંતિ અને સમૃદ્ધિરૂપે ઉતરતી હોય છે.