પાપા કહેતે હૈ બડા નામ કરેગા : લારી ચલાવતા પિતાના દીકરાએ પાસ કરી GPSC

| Updated: January 9, 2022 8:56 pm

GPSCની પરીક્ષાને દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે અને દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી IAS અથવા IPS બનવાનું સપનુ જોવે છે. પરંતુ દરેક લોકોને સફળતા મળતી નથી. ત્યારે કચ્છ ભુજના 25 વર્ષીય વિવેકે રાજયમાં 206મો રેન્ક મેળવીને તેના પરિવારનું નામ રોશન કર્યું છે.

વિવેકના પિતા નીતીન યાદવ બાજરાનો રોટલો અને મગનું શાક વેચવા માટે લારી લગાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને અનેક દાયકાઓથી ભુજના હોસ્પિટલ રોડ પાસે આવેલી રામક્રૃષ્ણ કોલોનીમાં રહે છે.

પરિશ્રમ એ જ સફળતાની નિશાની છે. વિવેક યાદવે 25 વર્ષની ઉમરે યુપીએસસીની પરીક્ષામાં 206મો રેન્ક મેળવ્યો છે. વિવેકનો પરીવાર બાજરાના રોટલા વેચી ગુજરાન ચલાવે છે. અને વિવેક સ્ટેટ ટેક્સ ઓફિસર બનતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

વિવેક છેલ્લા બે વર્ષથી GPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. અને અથાગ મહેનત થકી તે વર્ગ- 2 અધિકારી બન્યો છે. વિવેકે આ પહેલા એક વર્ષ કલાર્ક તરીકે અને ત્રણ મહિના મેડિકલ સ્ટોરમાં હેલ્પર તરીકેની નોકરી કરી ચૂક્યો છે.

વિવેકે નોકરીની સાથે સાથે GPSCની તૈયારીઓ શરૂ કરી હતી. વિવેકે ભુજ ઇંગ્લીશ સ્કુલમાં ધોરણ 1થી 11 સુધી અભ્યાસ કર્યો છે અને 12મું ધોરણ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી એક્સર્ટનલ કર્યું છે. જે બાદ કચ્છ યુનિવર્સિટીમાંથી બીએનો અભ્યાસ પૂર્ણ કર્યો. જે બાદ પરિવારને ટેકો આપવા માટે વિવેકે નોકરીની શરૂઆત કરી હતી. પરંતુ વિવેકને GPSCની તૈયારી કરવાની ઇચ્છા હોવાથી તેના ભાઈએ નોકરી છોડી દેવાની સલાહ આપી હતી. જે બાદ વિવેકે માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી તાજેતરમાં જ પરીક્ષા પાસ કરી સફળતા મેળવી હતી.

વિવેકે ગુજરાતમાં 206મો રેન્ક મેળવ્યો છે. તેણે 1000માંથી 419.25 ગુણ મેળવ્યા છે. વિવેકે જણાવ્યું હતું કે હજુ તેનો લક્ષ્યાંક UPSCની પરીક્ષામાં પાસ થવાનો છે. વિવેકને હિમોફિલિયા રોગ છે જેનાથી શરીરમાં લોહિની ઉણપ થાય છે. જેને કારણે તેને એક્સર્ટનલ અભ્યાસ કર્યો હતો. વિવેકનું કહેવું છે કે તેના પિતા અને પરિવારના સપોર્ટથી તેને આ પરીક્ષા પાસ કરી છે.

Your email address will not be published.