રામોલમાં મકાન માટે પુત્રએ પિતા, બહેન અને ભાણીયા પર છરી વડે હુમલો કર્યો, બહેનનું મોત

|રમોલ | Updated: June 10, 2022 8:04 pm

અમદાવાદ: મકાનમાં પિતા અને બહેન તેના પુત્ર સાથે ન રહે તે માટે અનેક ઝઘડા થયા હતા, રામોલ પોલીસે તપાસ હાથ ધરી


રામોલમાં દિકરાએ મકાન પડાવી લેવા માટે પિતા, બહેન અને ભાણીયા પર છરી વડે ગુરુવારે મોડી રાત્રે હુમલો કર્યો હતો. મકાન ખાલી કરી જતાં રહો તેવું વારંવાર દિકરો કહેતો અને ઝઘડા કરતો હતો. અસંખ્ય ઘા મારતા બહેનનું મોત નિપજ્યું હતુ અને પિતા તથા ભાણીયાની હાલત સારી હોવાનું પોલીસે જણાવ્યુ હતુ. આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

રામોલ વિસ્તારના સુરેલીયા રોડ પર આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં નિવૃત્ત શેતાનસિંહ તેમની દિકરી સાથે રહે છે અને તેમના મકાનમાં ઉપરના માળે તેમનો દિકરો મદનસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ (ઉ.42) અને તેની પત્ની રહે છે. ગત ગુરુવારે રાત્રીના સમયે ઘરની બહરાના ભાગે શેતાનસિંહની દિકરી મનહરબેન સુતા હતા અને તેમનો દિકરો વંશરાજ મકાનની ઉપરની ઓસરીમાં સપતો હતો. દરમિયાનમાં રાત્રીને બે વાગ્યે બુમોનો અવાજ અવાતો હતો.

શેતાનસિંહ બહાર આવી જોતા મનહરબેનને તેમનો ભાઇ મદનસિંહ છરીના ઉપરા છાપરી ઘા મારી રહ્યો હતો. આ જોઇ વંશરાજ અને શેતાનસિંહ દોડ્યા અને દિકરીને બચાવવા વચ્ચે પડ્યા હતા તે સમયે મહેન્દ્રસિંહે તે બન્નેને છરીના ઘા માર્યા હતા. વધુ બુમા બુમ થતા આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા અને આ જોઇ મહેન્દ્રસિંહ ભાગી ગયો હતો. આસપાસાના લોકોએ પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત પરિવારના ત્રણે સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ફરજ પરના ડોક્ટરે મનહરબહેનને મૃત જાહેર કર્યા હતા.

આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. રામોલ પોલીસે આરોપીની અટકાયત કરી હોવાનું બહાર આવ્યું છે. રામોલ પોલીસે જણાવ્યુ હતુ કે, પિતા અને પતિ સાથે મનમેળ ન આવતી બહેન બંને મકાનમાં રહેતા હોવાથી બંનેને બહાર કાઢી મુકવા અંગે મહેન્દ્રસિંહે અનેક વખત ઝઘડો કર્યો હતો અને મકાન ખાલી કરી જતા રહેવા માટે પણ જણાવ્યુ હતુ આ બાબતે વારંવાર ઝઘડો થતો હતો.

આ પણ વાંચો: https://www.vibesofindia.com/gu/fed-up-with-her-husband-torture-the-wife-drank-phenyl/

Your email address will not be published.