સોનેવાલ: ભારતમાં આયુર્વેદિક દવાના ઉત્પાદનમાં વૃદ્ધિ, 2022 માં $18 બિલિયન થયું

| Updated: April 19, 2022 4:14 pm

આયુષના  કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલે  સોમવારે રાજકોટમાં મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે,  દેશમાં આયુર્વેદિક દવાના ઉત્પાદનનું વાર્ષિક ટર્નઓવર વધ્યું છે. 2014માં તેનું ઉત્પાદન  3 અબજ ડોલર હતું જ્યારે  2022 માં વધીને તે 18.2 અબજ ડોલર  સુધી પહોંચી ગયું છે.

સોનેવાલે મંગળવારે જામનગરમાં તેમના મોરેશિયસ સમકક્ષ પ્રવિન્દ કુમાર જુગનાથ અને WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ WHO ગ્લોબલ સેન્ટર ઑફ ટ્રેડિશનલ મેડિસિન નો શિલાન્યાસ કર્યાની પૂર્વસંધ્યાએ ગુજરાત પહોંચ્યા  હતા. 

આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં આયુર્વેદિક ઉધ્યોગોના બજારમાં  વાર્ષિકરીતે  17%નો વધારો થયો છે. અને વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં તેનું ટર્નઓવર $23.3 બિલિયનને સ્પર્શી જવાનો અંદાજ છે. ભારત દર વર્ષે  22,000 કરોડ રૂપિયા ની આયુર્વેદિક દવાઓની નિકાસ કરે છે. 

આ પણ વાંચો: સુરતમાં એક બ્રેડેડ વ્યક્તિના અંગદાન દ્વારા 5 લોકોને નવ જીવન પ્રાપ્ત થયું

આયુષ મંત્રાલય ત્રણ દિવસીય ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિતનું પણ આયોજન કરી રહ્યું છે જે રોકાણની સંભાવનાઓને ઉજાગર કરવામાં મદદ કરશે અને નવીનતા, સંશોધન, અને વિકાસ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને વેલનેસ ઉધોગને પ્રોત્સાહન આપશે. ગાંધીનગરમાં 20 અપ્રિલે પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર સમિટ ઉધોગના અગ્રણીઓ, વિદ્વાનો અને વિદ્વાનોને સાથે લાવવામાં મદદ કરશે. 

આયુષ જુનિયર મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, “અમે ત્રણ દિવસીય સમિટ દરમિયાન 5,000 કરોડ રૂપિયાના ના એમઓયુ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા રાખી છીએ.” સાથે ઉમેરતા જણાવ્યું કે, આ સમિટનો ઉદ્દેશ્ય આયુર્વેદ સેવાઓ, ઉત્પાદનોમાં રોકાણને પ્રોત્સાહન આપવાનો અને એક વૈશ્વિક વેલનેસ ડેસ્ટિનેશન તરીકે ભારતને પ્રોત્સાહન આપવાનો છે, 

ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશન ડેટા મુજબ, પરાગ દવેએ  અહેવાલ આપ્યો છે, જેના અનુસાર  ગુજરાત આયુર્વેદિક દવાઓના ઉત્પાદનના  રોકાણમાં ઝડપી વૃદ્ધિનું સાક્ષી છે. વાસ્તવમાં, 2020 અને 2021ના રોગચાળાના વર્ષોમાં 126 કંપનીઓને આયુર્વેદિક ફોર્મ્યુલેશન બનાવવાનું લાઇસેન્સ મળ્યું છે. 

Your email address will not be published.