Sonu Sood Birthday: સોનુ સૂદ 5 હજાર રૂપિયા લઈને મુંબઈ આવ્યો અને પછી બન્યો કોરોના યુગનો ‘મસીહા

| Updated: July 30, 2022 4:21 pm

કોવિડ પીરિયડ પછી સોનુ સૂદની મજબૂત ફેન ફોલોઈંગ બની ગઈ છે. આજે (30 જુલાઈ) સોનુ સૂદનો જન્મદિવસ છે.તેઓએ કોરોનાના એ સમયમાં અનેક લોકોને મદદ કરી છે.

ફિલ્મોમાં તે કયારેક હિરો તો કયારેક વિલન જોવા મળે છે. પરંતુ રિયલ લાઇફમાં મસીહા છે.કોઇને પણ જરૂર હોય અને સમસ્યાની જાણ થાઇ તો તેઓ તુરત ત્યાં પહોંચી જતો હતો અને તે સમસ્યાને દુર કરવાનો પ્રયત્ન કરવા લાગતો હોય છે.

સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબના મોગામાં થયો હતો.પ્રારંભિક અભ્યાસ પછી, તેઓ વધુ શિક્ષણ માટે નાગપુર ગયા અને ત્યાં એન્જિનિયરિંગ કર્યું.એન્જિનિયરિંગ દરમિયાન જ તેણે એક્ટિંગ અને મોડલિંગ કરવાનું વિચાર્યું, ત્યારબાદ તે મુંબઈ આવી ગયો.કહેવાય છે કે સોનુ સૂદે માત્ર 5 હજાર રૂપિયા લઈને મુંબઈમાં પગ મૂક્યો હતો.સોનુ સૂદની સિનેમેટિક કારકિર્દી હિન્દી નહીં પણ તમિલ સિનેમાથી શરૂ થઈ હતી

.સોનુ સૂદની તમિલ ડેબ્યુ ફિલ્મ ‘કલ્લાઝગર’ અને હિન્દી ડેબ્યુ ફિલ્મ ‘શહીદ-એ-આઝમ’ હતી.તેણે તમિલ, તેલુગુ, કન્નડ, હિન્દી તેમજ અંગ્રેજી અને અરબી સિનેમામાં કામ કર્યું છે.તમને જણાવી દઈએ કે સોનુ સૂદ રિયલ લાઈફમાં પણ એકદમ સિમ્પલ છે.સોનુ સૂદ 130.339 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

સોનુ સૂદે સોશિયલ મીડિયા પર ઘણી વખત તેના જીમિંગના ફોટા અને વીડિયો શેર કર્યા છે.તે જ સમયે, તેનો પુત્ર પણ સોનુ સાથે કેટલીક પોસ્ટ્સમાં જોવા મળ્યો હતો, જે ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

Your email address will not be published.