ગુજરાતનું અનોખું ગામ જ્યાં આખા ગામમાં માતાજીની આરતી માટે સ્પીકરો મુકાયા

| Updated: May 10, 2022 6:43 pm

સુરતના હજીરાના આખા ગામમાં સિગોતર માતાની આરતી સંભળાવો તે માટે ગામના લોકો દ્વારા 55 સ્પીકર લગાડવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર અનોખું ગામ છે જ્યાં માતાજીની આરતી માટે આખા ગામમા લાઉડ સ્પીકર લાગ્યા છે. હજીરા ગામ પંચાયત રોડ પર 55 સ્પીકર મૂક્યા છે. સાંજે ગામમાં પ્રવેશતાં જ ભક્તિભાવ ભર્યા માહોલની અનુભૂતિ થાય છે અહીં 450 વર્ષ જૂનો સિગોતર આશાપુરા માતાનું પ્રસિદ્ધ મંદિર આવ્યું છે. આ પાવન ધર્મના દર્શન કરતા અલૌકિક અનુભુતિ જરૂર થશે. અહીં 500 વર્ષ જૂનો ઘટાદાર વડલો પણ છે તેની છાયામાં ચાર સદી અગાઉ માતાજી સ્વયંભૂ પ્રગટયા હતા.

દરિયામાંથી માતાજીની મૂર્તિ મળતા દરિયા પાસે જ મંદિરની સ્થાપના થઇ હતી ઘણા ભક્તો તેમણે વહાનવતી માતા તરીકે પણ ઓળખે છે. ગામના લોકોને આ મંદિર સાથે ઘણી આસ્થા જોડાયેલી છે જોકે હજીરા ગામને મહાકાળી ઇન્ડસ્ટ્રીઓવ ગળી રહી છે. પ્રદૂષણ રોજગારી સહિતના પ્રશ્ન 15 ટકા લોકો બાપદાદાનું ઘર છોડી સુરત સહિતના વિસ્તારોમાં જતા રહ્યા છે. પરંતુ પુરાનિક મંદિર સાથે જોડાયેલી આસ્થાએ વાર-તહેવારે માતાજીના દર્શન કરવા તેઓ અચૂક આવે છે.

અહીં બાબરી લેવાય છે અને વાળ પણ ઉતારવામાં આવે છે. પંચાયતી માતાજીની આરતી સમગ્ર ગામમાં સંભળાય તે માટે 55 ઠેકાણે લાઉડ સ્પીકર મુકતા રોજ સાંજે છ વાગ્યા બાદ આરતી સંભળાય છે. લોકોની માંગ હતી કે આખા ગામમાં આરતી સાંભળે તેવી વહીવટ થવી જોઈએ જેથી પંચાયતે લાઉડ સ્પીકરો લગાડ્યા હતા.

સ્થાનિક લોકોનું કહેવું છે આમરા ગામમાં ભક્તિ મય માહોલ જોવા મળે છે. સવાર સાંજ આરતીના સમયે આંખમાં ગામ માતાજીની આરતી સંભળાય તે માટે અમે આખા ગામામાં લાઉડ સ્પીકર મુક્યા છે જેનાથી ગામ જનોના ઉત્સાહમાં વધારો થાય છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.