અસહ્ય ગરમીથી પ્રાણીઓ ડી હાઈડ્રેશનનો શિકાર ન બને તે માટે સુરતમાં અલાયદી વ્યવસ્થા કરાઈ

| Updated: April 30, 2022 3:38 pm

અસહ્ય ગરમીથી લોકોની સાથે પ્રાણીઓ પણ પોકારી ઉઠ્યા છે. સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ભારે ગરમીથી રાહત મળી રહે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીનો પારે 42 ડિગ્રીથી વધારે વધતા સુરત મહાનગર પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં પશુઓ માટે પાણીના ફુવારા મુકવામાં આવ્યા છે અને પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે.

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે, ધમધોખતા તાપમાં બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે આવા સમયે અબોલ પશુ પક્ષીઓ કેવી રીતે સમય પસાર કરતા હશે એ વાત વિચારવા જેવી છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત મળે તેમાટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગરમીની ઋતુમાં પ્રાણીઓ પણ હેરાન પરેશાન થઈ જતા હોય છે જેને લઈને ડી હાઈડ્રેશનનો શિકાર બને છે. ઝુ સંચાલક દ્વારા દર વર્ષે પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ ફુવારા મુકવામાં આવ્યા છે જેનાથી પ્રાણીઓ ઠંડક મેળવી શકે અને પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા મુકવામાં આવ્યા છે. વાઘ જેવા હિંસક પ્રાણીઓને રોજિંદા નવડાવવામાં આવે છે જેનાથી કાળઝાળ ગરમીથી રાહત મેળવી શકે. વાઘ, દીપડા, સિંહ સહિત અન્ય પ્રાણીઓ કુંડ બેસીને પોતે ઠંડક અનુભવે છે જોકે આ સમયે પ્રાણીઓના ખોરાકમાં પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે પ્રાણીઓને ડી હાઈડ્રેશન ન થાય તે માટે ટેબ્લેટ અને અન્ય દવાઓ પણ આપવામાં આવે છે જેનાથ પ્રાણીઓને ગરમીમાં રક્ષણ મળી શકે જોકે દર વર્ષે આ વ્યસ્થાઓ ઉભી કરવામાં આવે છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.