મહેસાણામાં એસપીજી કારોબારી બેઠક યોજાઈ, નવા 20 હોદ્દેદારોની નિમણૂંક જાહેર

| Updated: January 24, 2022 1:34 pm

એસપીજીમાં હોદ્દેદારોની નિમણૂંક મુદ્દે છેલ્લા ઘણા સમયથી બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલના વિરોધી જૂથે થોડા સમય અગાઉ હોદ્દેદારોની વરણીએ એસપીજીમાં ઘમાસાણ સર્જ્યું છે. ત્યારે લાલજી પટેલ દ્વારા મહેસાણા એસપીજીની કારોબારી યોજી નવીન 20 જેટલા હોદ્દેદારોની નિમણૂંક જાહેર કરાઈ છે.

આથી એસપીજીમાં નિમણૂંક પામેલા કયા હોદ્દેદારો માન્ય ગણાશે એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ વિવાદ વચ્ચે રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલએ અમારા દ્વારા કરાયેલા હોદ્દેદારોની નિમણૂંક માન્ય ગણાશે હોવાનો દાવો કર્યો છે. ત્યારે એસપીજીમાં હોદ્દેદારોની નિમણૂંક વિવાદ વધુ ઘેરો બનવાની સંભાવના સર્જાઈ છે.

Your email address will not be published.